Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:00:59 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ટ્રકે પાંચ પશુઓને અડફેટે લીધા : ત્રણ મરણને શરણ

Aug 08, 2012 Gujarat > Bhavnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 233
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર,તા.૭

ભાવનગર અને અમદાવાદ શોર્ટરૂટને જોડતો કરોડોના ખર્ચે બનેલા રાજ્યના પ્રથમ કેબલ સ્ટેગ પુલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકે પાંચ અબોલ પશુઓને અડફેટે લેતા ત્રણ પશુઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે પશુઓને ઈજાઓ થઈ હતી. વહેલી સવારે બનેલી ઘટનામાં ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો.

  • નવનિર્મિત કેબલ સ્ટેગ પુલ પાસે
  • અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને સ્થળ પર જ મુકી ફરાર

બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના જુના બંદર સ્થિત નવનિર્મીત કેબલ સ્ટેગ પુલ નજીક આજે વહેલી સવારના ૪-૧પ કલાકના સમય દરમ્યાન કાળાતળાવ ખાતે રહેતા રાઘુભાઈ રેવાભાઈ મેરની માલિકીના પશુઓ ચરવા નિકળ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નં.જીજે.૧૦.ડબલ્યુ.પ૦૦૩ના અજાણ્યા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પાંચ અબોલ પશુઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં એક વાછરડુ, બે ભેંસના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે પશુઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ ઘટનાની જાણ થતા ભાલ પીએસઆઈ ઝાલા સહિતનોસ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રક મુકી ફરાર થયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ આઈપીસી કલમ ર૭૯, ૪ર૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ઝાલાએ હાથ ધરી છે.

ભાલ પોલીસનો ફોન બે માસથી મુંગો મંતર

આજે વહેલી સવારે અકસ્માતની બનેલી ઘટનામાં ત્રણ અબોલ પશુઓના જીવ લેવાયા છે. કેબલ સ્ટેગ પુલની હદ ભાલ પોલીસની હદમાં આવતી હોય લોકોએ ભાલ પોલીસ મથકને ઘટના અંગે વાકેફ કરવા ફોન પર સંપર્ક સાધતા ભાલ પોલીસનો ફોન નોટ રીચેબલ આવતો હતો.

ભાલ પોલીસના ફોનની આવી પરિસ્થિતી છેલ્લા બે માસથી હોય લોકોને કોઈ બનાવ બને ત્યારે પોલીસનો સંપર્ક સાધવામાં ધણી મુશ્કેલીઓ પડતી હોય છે. આ બાબતે ભાલ પોલીસના કર્મચારીઓએ પણ તંત્ર પર બળાપો ઠાલવતા જણાવ્યુ હતું કે, છેલ્લા બે માસથી પોલીસ મથકનો ફોન મુંગો થઈ ગયો છે. આ બાબતની જાણ લાગતા-વળગતા અધિકારીઓને પણ હોવા છતા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com