સુરત,તા.૭
કહેવાતા ફિલ્મ ડાયરેક્ટરે એક યુવતી સાથે પ્રેમ કરીને તેની સાથે લગ્ન કર્યા બાદ પોત પ્રકાશ્યું હતું.લગ્નના થોડા સમય બાદ કથિત ડાયરેક્ટરે દહેજ પેટે પાંચ લાખ રુપિયા માટે પત્નીને ત્રાસ આપવા માંડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
- પ્રેમલગ્ન બાદ પોત પ્રકાશ્યું
મહિલા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મુળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલગઢનીવતની અને હાલમાં પુણાગામમાં શુકન રેસીડેન્સીમાં રહેતી શર્મીષ્ઠાના પરિચય ૨૦૦૯ના મધ્યમાં ઇશ્વર રવજી વાઘાણી સાથે થયા હતા. ઇશ્વરે શર્મીષ્ઠા સામે પોતાની જાતને એવો રજુ કર્યો કે શર્મીષ્ઠા તેના તરફ આકર્ષાઈ હતી. ઇશ્વરે શર્મીષ્ઠાને કહ્યું હતું કે તે ગુજરાતી ફિલ્મોનો ડાયરેક્ટર છે. એટલે શર્મીષ્ઠા વધારેને વધારે ઇશ્વર તરફ આકર્ષાઈ હતી. બંને એકબીજાની નજીક આવ્યા. આ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. છેલ્લે બંનેએ ૧૫ સપ્ટેમ્બર ૨૦૦૯માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદથી ઇશ્વરે પોત પ્રકાશ્યું હતું. તે ખરેખર ફિલ્મ ડાયરેક્ટર છે કે નહીં તે કોઈને ખબર નથી.
લગ્નના ત્રણ વર્ષ બાદ પણ શર્મીષ્ઠાને ખબર નહીં પડી કે ખરેખર ઇશ્વર કરે છે શું. જોકે ઇશ્વર અને તેના માતા-પિતા અને ભાઈ-ભાઈ દહેજ પેટ પાંચ લાખ રુપિયા માટે શર્મીષ્ઠાને માર મારીને શારિરીક-માનસિક ત્રાસ આપતા હતા. છેલ્લ છુટા છેડા માટે તેના પર દબાણ પણ કરતા હતા. આખરે ત્રાસેલી શર્મીષ્ઠાએ મહિલા પોલીસ મથકમાં પતી ઇશ્વર,સરો રવજી વાઘાણી, સાસુ ગોરી,દિયર રાકેશ અને દેરાણી વિધી વિરુદ્ધ ફરિયાદ આપતા ઇન્સ્પેક્ટર કે.આર.ડાભીએ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.