જસુરત, તા. ૭
રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટાપાયે બદલીના હુકમો થઇ રહ્યા છે. ઇન્સ્પેકટર બાદ સબ ઇન્સ્પેકટર્સની બદલીના હુકમો ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે.
- સુરત ડીસીબી પીસીબીનાં ચાર અને આરઆર સેલના પીએસઆઇની બદલી
સોમવારે મોડી સાંજે જારી કરાયેલા ૬૫૧ જેટલા પીએસઆઇની બદલીના હુકમોમાં સુરતના પણ ૫૫નો સમાવેશ થાય છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં ડી. ટી. ગામીતની વડોદરા, બુવલની અમદાવાદ ગ્રામ્યમાં બદલી થઇ છે જ્યારે સુમરાની પહેલા જ એટીએસમાં બદલી થઇ ચૂકી છે. પીસીબીના પીએસઆઇ બ્રહ્મભટ્ટની મહેસાણા તથા રીડર પીએસઆઇની તાપી જિલ્લામાં બદલી થઇ છે.
સુરત જિલ્લામાંથી ૫ પીએસઆઇની બદલી થઇ છે. જેમાં એલઆઇબીના બી. એસ. સોનીની વડોદરા, રાડર ડી. ડી. ચૌધરીની તાપી, માંગરોળના એસ. ડી. ગામીતની ભરૂચ, ઉમરપાડાના વસાવાની વડોદરા તથા બારડોલીના ડી. એમ. પટેલની નવસારી બદલી થઇ છે. સુરત જિલ્લામાં આર. એમ. ગામીત (તાપીથી), એન. એચ. બ્રહ્મભટ્ટ (ભાવનગરથી), એન. એમ. પ્રજાપતિ (વલસાડથી) તથા સુરત શહેરથી બી. એમ. દિવાવાલા અને આર. આર. વસાવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરઆર સેલમાં ફરજ બજાવતાં આર. વી. નિકમની વડોદરા પીટીએસમાં બદલી થયાનું જાણવા મળે છે.
નવસારી જિલ્લામાંથી સાત પીએસઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં પીએસઆઇ એમ.વી. ગરાસીયા બીલીમોરાથી ખેડા, આર.વી.ઠાકોર ગણદેવીથી આહવા, આર.એસ.ઠાકર ચીખલીથી જામનગર તથા જે.બી.માળીને નવસારી એસપી રીડર શાખામાંથી અમદાવાદ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ડી.એન.ખાંટને નવસારી ગ્રામ્યમાંથી વડોદરા ગ્રામ્ય, એન.એન.પારગીને નવસારી ફર્લો સ્કોર્ડમાંથી જામનગર, જ્યારે જી.જે.ચાવડાની નવસારી એમઓબીમાંથી સીઆઇડી આઇબીમાં બદલી થઇ છે.
ઉપરાંત ૯ પીએસઆઇઓની નવસારી જિલ્લામાં નિમણૂક થઇ છે જેમાં બોરીચા (રાજકોટ ગ્રામ્યથી) ખેર (ભરૂચ), ડી. એમ. પટેલ (સુરતથી), એસ. એમ. વસાવા (ભરૂચ), વી.એન.ચૌધરી (મહેસાણાથી), એચ. એમ. ગાવીત (અમદાવાદથી), કે.સી.પટેલ (વડોદરાથી) કે.જી.ચૌધરી (અમદાવાદથી) એમ.બી.ચૌહાણ (સુરતથી)નો સમાવેશ થાય છે.
વલસાડમાં જિલ્લાથી ૧૪ પીએસઆઇની બદલી થઇ છે જેમાં પી.એસ.આઇ.માં જે.જી. પટેલ - ડુંગરી પો.સ્ટે. થી ભાવનગર, બી.જી. પરમાર - ધરમપુરથી વડોદરા સિટી, એન.એમ. પ્રજાપતિ - વલસાડ રૂરલથી સુરત ગ્રામ્ય, એ.એસ. પાટીલ - એલ.સી.બી. વલસાડથી વડોદરા, બી.જે. બારૈયા - કપરાડાથી અમરેલી, આર.વી. રાઠવા (હાલ સસ્પેન્ડ) વાપી ટાઉનથી પંચમહાલ, વી.વી. વિસપૂતે - વલસાડથી નર્મદા, એ.એસ. કટારા- ઉંમરગામથી દાહોદ, કે.આર. સક્સેના (હાલ સસ્પેન્ડ) પારડીથી જૂનાગઢ, બી.જે. સિસોદીયા - ભિલાડથી એ.ટી.એસ.- અમદાવાદ, આઇ.વી. પટેલ -વાપી જી.આઇ.ડી.સી.થી પશ્ચિમ રેલવે-વડોદરા (૧૨) જે.ડી. રાવલ -વલસાડ સિટીથી પ.રેલવે-અમદાવાદ (૧૩) પી.બી. લિંબાચિયા - ટ્રાફિકથી સુરેન્દ્રનગર અને એલ.ડી.મહિડા - વલસાડ રેલવેથી નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
જ્યારે વલસાડ જિલ્લામાં બદલી પામેલાઓ નવા પી.એસ.આઇ. માં જે.પી. પવાર (અમદાવાદથી) બી.જી. તળવી (અમદાવાદથી), જી.એ. ડામોર (અમદાવાદથી) વી.એ. ડાભી (વડોદરાથી) જે.એસ. શેખ (વડોદરાથી) આર.એસ. બારીયા (વડોદરાથી) એ.કે. પટેલ (વડોદરાથી) એમ.આઇ. ઝાલા (વડોદરાથી) ડી.એમ. વસાવા (વડોદરાથી) બી.જે. સરવૈયા (આણંદથી) જે.પી. પરમાર (પ.રેલવે-વડોદરાથી) ડી.એમ. મિશ્રા (ભાવનગરથી)નો સમાવેશ થાય છે.
આહવા ડાંગમાંથી ચંદ્રકાંત તડવીની વડોદરા, સુરભી ચૌધરીની સુરેન્દ્રનગર, હેમદશા દિવાનની સુરત શહેર, સમરસિંહ બારિયાની વડોદરા તથા ડી. કે. પટેલની ખેડા બદલી થઇ છે. જ્યારે આહવામાં સુભાષ કાલે (અમદાવાદથી), રમેશ વી. ઠાકોર (નવસારીથી) તથા ચંદ્રકાંત પારેવા (ભાવનગરથી) મૂકવામાં આવ્યા છે. તાપી જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતાં જે.જે.વસાવાની બદલી વડોદરા ગ્રામ્યમાં, કાકરાપાર પોલીસ સ્ટેશનના એમ.એસ.દેસાઇની અમદાવાદ ગ્રામ્ય તથા વાલોડ આર.એન.ગામીતની સુરત ગ્રામ્યમાં બદલી થઇ છે.