Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:38:52 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

નવાયાર્ડમાં ૮ વર્ષની બાળા ઉપર ૧૫ વર્ષના કિશોરનો બળાત્કાર

Aug 08, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 1429
Rate: 3.0
Rating:
Bookmark The Article

વડોદરા,તા. ૭

ઉલ્લેખનીય છે કે, ટીનેજર્સ દ્વારા આચરવામાં આવતા ગંભીર પ્રકારના ગુનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. થોડાક સમય પહેલા લાલબાગ કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક કિશોરે માંજલપુર વિસ્તારમાં રહેતા તેના મિત્ર ક્રિશિલની નિર્દયતા પૂર્વક હત્યા કરીને લાશ દફનાવી દીધી હતી. દસ દિવસના ગાળા બાદ ૧૫ વર્ષના કિશોર દ્વારા માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવાઈ હતી.

  • રમવા માટે પાડોશમાં સહેલીના ઘરે ગઈ પણ સહેલીના ભાઈએ દુષ્કૃત્ય આચર્યુ

શહેરના નવાયાર્ડ વિસ્તારની રોશન નગર વસાહતમાં રહેતા ૧૫ વર્ષના એક કિશોરે મંગળવારે બપોરે પાડોશમાં રહેતી આઠ વર્ષની કૂમળી વયની બાળાનું મ્હો દબાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કૃત્યના કારણે મુસ્લિમોની વસ્તી ધરાવતા મહોલ્લાના રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ભેગા થયેલા લોકોના ટોળાએ દુષ્કૃત્ય આચરનાર કિશોરને શોધ્યો હતો. પરંતુ તે ઘરેથી ભાગી ગયો હતો. બળાત્કાર ગુજારીને નાસી છૂટેલા કિશોરની ફતેગંજ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

નવાયાર્ડ રોશન નગરમાં મંગળવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર અને બાળ ગુનેગાર બંન્ને એક જ કોમના છે. ટીનેજર્સના કિસ્સામાં નામ તથા ઓળખ જાહેર નહિં કરવા તેવી સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન હોવાથી અહિંયા ભોગ બનનાર અને કિશોરના નામો લખાયા નથી. બપોરે ૧૨-૩૦ વાગે બાળાની માતા ઘરકામ કરતી હતી.

ત્યારે ૮ વર્ષની બાળા પાડોશમાં રહેતી સહેલીના ઘરે ગઈ હતી. પરંતુ સહેલી ઘરે નહોતી ૧૫ વર્ષની ઉંમરનો તેનો ભાઈ ઘરે એકલો હતો. સગીર કિશોરની દાનત બગડી હતી. બાળકીને પટાવીને ત્રીજા માળે લઈ ગયેલા કિશોરે બાળકીનું મ્હો દબાવી રાખીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ પાડોશીના ઘરના દરવાજા બંધ જોઈને બાળાની માતાને ચિંતા થઈ હતી. બાળકીને શોધી રહેલી માતા મહોલ્લામાં ફરી રહી હતી. ત્યારે પારેવાની જેમ ફફડતી બાળાએ દુષ્કૃત્ય અંગે માતાને જાણ કરી હતી. આ દરમિયાન મહોલ્લાના રહીશો પણ ભેગા થયા હતા. રોષે ભરાયેલા લોકોએ કિશોરને શોધ્યો હતો. પરંતુ તે પહેલા નાસી છૂટયો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com