Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 05:53:21 AM IST
 

દાવેદારી નહિ લોકપ્રિયતા પણ જરૂરી

Aug 08, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 361
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૭ 

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે કોંગ્રેસ ફુંકી-ફુંકીને પગલા ભરી રહી છે. દરેક વિધાનસભા બેઠકો પર નિરીક્ષકોએ દાવેદારોના દાવાઓ સાંભળ્યા બાદ ટિકીટની લોટરી કોને લાગશે તેના પર સૌની નજર છે. કોંગ્રેસ ઉમેદવારની પસંદગી માટે ખાસ રણનીતિ ગોઠવી છે. વિધાનસભા બેઠક પર દાવો કરવા માત્રથી ટિકીટ મળશે નહિ. હવે કોંગ્રેસે દરેક દાવેદારોએ જે વિધાનસભા બેઠક પર ટિકીટ માંગી છે ત્યાં તેમની કેટલી લોકપ્રિયતા અને સ્વિકાર્યતા છે તેને માપદંડ બનાવીને નિર્ણય લશે. દાવેદારોની લોકપ્રિયતાની ચકાસણી માટે ખાસ પ્રોફેશનલોની મદદ લેવાશે. આગામી એક મહિના સુધી દરેક બેઠક પર બુથદીઠ દાવેદારોની લોકપ્રિયતાની ચકાસણી કરવા માટે પ્રોફેશનલ એજન્સી કામે લાગશે તેવું કોંગ્રેસના સુત્રો જણાવે છે.

  • દરેક બૂથ પર દાવેદારોની લોકપ્રિયતાની ચકાસણી કરશે
  • કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે પ્રોફેશનલ એજન્સી હાયર કરી, સર્વે શરૂ...

ગુજરાતની ભાજપ સરકાર સામે આક્રમક કાર્યક્રમોની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને શરૂ કરી દેવાઇ છે. ઉમેદવાર પસંદગીની પ્રથમ ચરણના ભાગરૂપે જિલ્લા અને શહેરની બેઠકો પર નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. નિરીક્ષકોએ વિધાનસભા બેઠકો પર દાવેદારોની દાવો સાંભળ્યા બાદ સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવાની કામગીરી શરૂ કરી છે. દરેક પેનલમાં જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની સાથે બેસીને નિરીક્ષકો ૫થી ૭ દાવેદારોની પેનલ બનાવશે તે પેનલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળને મોકલાશે.

કોંગ્રેસ મોવડી મંડળ પાસે એક વાર સંભવિત દાવેદારોની પેનલ પહોંચી ગયા બાદ દરેક દાવેદારની દાવેદારી પ્રોફેશનલ રીતે ચેક થશે. દરેક વિધાનસભા બેઠક પર પ્રોફેશનલ એજન્સી દ્વારા સર્વે કરાશે. એજન્સી સર્વેમાં ખાસ પ્રશ્નોતરી કરીને મતદારોનો મિજાજ જાણશે. બેઠક પર દાવેદારોની સ્વીકૃતિ, દાવેદારોની લોકપ્રિયતા, પ્રર્ફોમન્સ, જીતના સમીકરણ સહીતના મુદ્દાઓનું વિષ્લેષણ કરશે. એક મહિનામાં અમદાવાદ શહેરની ૧૬ બેઠકો પર દાવેદારોની લોકપ્રિયતા પ્રોફેશનલ રીતે ચકાસ્યા બાદ ત્રણ દાવેદારોની પેનલ તૈયાર કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની સ્ક્રીનીંગ કમિટીમાં મુકાશે. સ્ક્રીનીગ કમિટી સમક્ષ મુકવામાં આવેલી પેનલમાંથી ઉમેદવારની પસંદગી થશે. આ વખતે ખાસ એવી પધ્ધતિ ગોઠવાઇ છે કે, બેઠક પર લોબીંગ નહિ પણ ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે થાય

વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે એક પણ સાંસદની માંગણી નહિ : કોંગ્રેસ

કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા નિયુક્ત નિરીક્ષકો જુદા-જુદા જિલ્લાઓમાં આગેવાનો અને કાર્યકરોને સાંભળવાની પ્રક્રિયા મોટેભાગે પૂર્ણ કરી ચૂક્યા છે. કોંગ્રેસ પક્ષના ગુજરાતના સાંસદમાંથી એક પણ સાંસદે નિરીક્ષકો સમક્ષ વિધાનસભાની ચૂંટણી લડવા માટેની માંગણી મુકેલી નથી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com