Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:37:22 AM IST
 

લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં અડધાથી બે ઇંચ વરસાદથી રાહત

Aug 08, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 3109
Rate: 3.6
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૭

ચોમાસુ ખેંચાતા રાજયભરમાં ભારે દુષ્કાળની સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. લાંબા સમયના વિરામ બાદ આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ એક થી દોઢ ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. ઉત્તર ગુજરાતમાં પડેલા નોંધપાત્ર વરસાદને પગલે ખેડૂતોમાં નવી આશા બંધાઈ છે.

  • સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોને આશા બંધાઈ વડોદરા, દાહોદમાં પણ હળવો વરસાદ

હવામાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભેજનું પ્રમાણ વધવાના કારણે નાગરિકો અસહ્ય બફારા અને ઉકળાટનો સામનો કરી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર રાજયના સૌથી ઉંચા તાપમાન ધરાવતા શહેરો નોંધાયા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાના પાલનપૂર, ખેડબ્રહ્યા, ધનસુરા, મેઘરજ, માલપુર, મોડાસા અને બાયડમાં અડધાથી પોણા બે ઈંચ વરસાદ ખાબકયો હતો. પાલનપૂરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં વિજ કડાકા સાથે વરસાદ  વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો સીઝનનો સૌપ્રથમ વરસાદ આજે નોંધાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વડોદરામાં મોડી સાંજે હળવા વરસાદનું ઝાપટું પડતા શહેરીજનો ઝૂમી ઉઠયા હતા. બીજી બાજુ દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આકાશમાં વાદળો ગોરંભાતા હતા. ખેડુતોમાં ગભરાટની લાગણી ફેલાઇ હતી.દુષ્કાળની બીકે ખેડુતોના જીવ પડીકે બંધાયા હતા.દરમિયાનમા આજે સવારથી વરસાદ શરૂ થતા ખેડુતો અને લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.વરસાદ શરૂ થતાજ ઠંકડ પ્રસરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જયારે મોડી સાંજ સુધી વરસાદ ચાલુ રહેતા ખ ડુતોના જીવમાં પણ જીવ આવ્યો હતો.પાક નિષ્ફળ નહી જાય તેવી આજના વરસાદે આશા જન્માવી હતી.જોકે આ વરસાદ હવે ચાલુ રહેતો પાક બચી શકે તેમ હોવાનો મત ખેડુતોએ વ્યકત કર્યો હતો.વરસાદ સતત નહી વરસેતો પાણીની પણ સમસ્યા સર્જાય તેવી ભીતી જાણકારોએ વ્યકત કરી છે.પરંતુ આજના વરસાદે ખેડુતો અને દાહોદ શહેર જિલ્લાના લોકોમાં આન ંદની લાગણી પ્રસરાવી દીધી છે.

 અમદાવાદમાં મોડી સાંજે વરસાદ 

રાજ્યમાં વરસાદની આશા  

મધ્યપ્રદેશના ઉત્તરભાગમાં સર્જાયેલા હવાના હળવા દબાણ તેમજ નજીકના વિસ્તારમાં અપર એર સરકયુલેશન સીસ્ટમ સક્રિય થતા ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં...
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com