Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 12:26:34 AM IST
 

સજાતીય સંબંધની મજા લેવા જતાં રિક્ષાચાલક લૂંટાયો, બે ઝડપાયા

Aug 08, 2012 Rajkot > Rajkot City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 708
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૭

બસ સ્ટેન્ડ પાસે આવેલ આર. આર. હોટલમાં ઘેની ચા પીવડાવી રિક્ષાચાલક ભરવાડ યુવાનના ૮૫ હજારનાં દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટેલા જામનગરના બે શખ્સોને મોબાઇલ ફોનના આધારે પોલીસે ઝડપી લઇ ચોરાઉ મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

  • બસ સ્ટેશન પાસે આર.આર. હોટલમાં બનેલી ઘટના
  • જામનગરનાં બંને શખ્સોએ અગાઉ અમદાવાદમાં પણ આજ પ્રકારે લૂંટ કરી હતી

પોલીસ તપાસમાં યુવાનને ઘેની ચા ન્હોતી પીવડાવી. પરંતુ ત્રણે વચ્ચે સજાતીય સબંધ હોવાનું અને હોટલમાં મોજમજા કરવા જતાં ભરવાડ યુવાનના દાગીના લઇ બંને શખ્સો નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ મોચીનગર-૨માં રહેતા રિક્ષાચાલક સાજન મેરામભાઇ મીર (ઉ.વ. ૩૫) નામના ભરવાડ યુવાનને ગત તા. ૩-૮ના આર. આર. હોટલના બાથરૂમમાં પુરી દઇ બે શખ્સો ચાંદીનો કંદોરો, સોનાની બાલી અને રોકડ મળી ૮૫,૫૦૦ની લૂંટ ચલાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે હોટલમાં લખાવેલા નામ અને મોબાઇલ ફોન તપાસ કરતા બંને શખ્સો જામનગરના હોય ગઇરાત્રે જામનગર પોલીસની મદદથી દેવબાગગલી આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ મનસુખ વાગડીયા (સોની) અને કિશાન ચોકમાં રહેતા વિજય કારાભાઇ ગોહીલ (દલિત) ની ચાંદીબજારમાંથી ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસની પુછપરછમાં પકડાયેલ બંને આરોપીઓને સજાતીય સંબંધની ટેવ હોય શિકાર શોધવા રાજકોટ આવ્યા હતા અને આર. આર. હોટલમાં ખોટા નામે રૂમ બુક કરાવ્યો હતો.

બાદમાં બસ સ્ટેન્ડ પાસે શિકાર શોધતા હતા ત્યારે રિક્ષા ચાલક સાજન ભરવાડ મળી જતાં તેની સામે ઇશારો કરવામાં આવ્યા બાદ વાત ચીત કરી સજાતીય સબંધ બાંધવા હોટલમાં લઇ ગયા હતા. જયા મોજ મજા કર્યા બાદ રિક્ષા ચાલક દાગીના ઉતારી બાથરૂમમાં ન્હાવા ગયો ત્યારે બંને આરોપી દાગીના, રોકડ લઇ રફુચકકર થઇ ગયા હતા. વધુમાં જણાવ્યા પ્રમાણે બે માસ પહેલા પણ બંને આરોપીએ આજ રીતે અમદાવાદમાં યુવાનને સજાતીય સબંધની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઇ જઇ સોનાની વીટી અને ચાંદીની લક્કી કાઢી નાસી ગયા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com