ઓકક્રિક, 8 ઓગસ્ટ
અમેરિકાના વિસ્કોન્સિનમાં એક ગુરૂદ્વારા પર આંધળો ગોળીબાર કરી 6 શિખોની હત્યા કરનાર વ્યક્તિ માઈકલ પેજની પૂર્વ મહિલા મિત્રની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ મિસ્ટી એમ કુક નામની આ મહિલાની હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે એ વાત હજુ સુધી ક્લીઅર નથી થઈ કે, કુક પાસેથી જપ્ત કરાયેલ હથિયાર ગેરકાયદેસર રીતે તેણે પોતાની પાસે રાખ્યા હતા, તેમજ હજુ એ પણ સ્પષ્ટ નથી થયુ કે, શું કુક પણ આ હિંસામાં સામેલ હતી કે નહી.
કુક દક્ષિણ મિલવાકી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. પેજ ગત્ કેટલાક સમયથી તેના પડોશમાં રહેતા હતો. પ્રાપ્ત જાણકારી મુજબ, પેજના કુક સાથે મિત્રતાના સંબંધ હતા. પણ હમણાં જ પેજે તેણે સાથે આ સંબંધ તોડી દીધો હતો. કુકના જણાવ્યાનુસાર પેજે તેની સાથે આ પ્રકારના હુમલાને લઈને ક્યારેય કોઈ વાત કરી નહોતી. ક્યારેક ક્યારેક તે જાતીય હિંસાની વાતો કરતો હતો.
અમેરિકાના રાજદૂત નિરૂપમા રાવે આ ઘટના વચ્ચે ઓક ક્રિકમાં આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવાર જનો સાથે મુલાકાત કરી હતી. તેઓએ ટ્વિટર પેજ પર લખ્યુ હતુ કે, મૃત્યુ પામેલ અન્ય લોકોના પરિવારજનો અંતિમસંસ્કાર કરવા માટે આજે ઓક ક્રિક આવશે.