ભાગલપુર, 8 ઓગસ્ટ
બિહારના ભાગલપુર જિલ્લાના નાથનગર વિસ્તારના કુમરથ રાજકીય મધ્ય વિદ્યાલયની આઠમા ધોરણની વિદ્યાર્થિની પ્રિયંકા કુમારીનું મોત શાળાના પ્રિન્સિપાલ અને એના પતિ દ્વારા ધમકાવવામાં આવતા ગભરાઈને થયું છે એવો આરોપ મુકાવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર શાળામાં મંગળવારે એક જૂથ મધ્યાહન ભોજનની તપાસ કરવા માટે આવ્યું હતું. મરનાર આઠમા ધોરણની વિદ્યાર્થિનીએ એમને ભોજનમાં ગોટાળાની ફરિયાદ કરી હતી.
આ પછી શાળાના આચાર્ય અનિતા કુમારી અને એનો પતિ (જે શાળામાં કોઈ હોદા પર નથી)ને પ્રિયંકાને ખૂબ ધમકાવી હતી. આ પછી પ્રિયંકા સદમામાં આવીને બેહોશ થઈ ગઈ હતી.ત્યારબાદ તેને દવાખાને લઈ જતા જ તેનું મોત થયું હતું.
પોલીસના જણાવ્યાનુસાર મૃતકના પિતા અનૂપ લાલની માહિતીના આધારે પ્રાથમિક રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. જેમાં શાળાના આચાર્ય અનિતા અને તેમના પતિને આરોપી બનાવાયા છે. એમના જણાવ્યાનુસાર આરોપીઓ ફરાર તઈ ગયા છે અને શબને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.