Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:34:04 PM IST
 

ફિલ્મ રિવ્યૂ : ગેંગ્સ ઓફ વાસેપુર 2

Aug 08, 2012 Entertainment > Review
 
Tags:   Gangs of Wasseypur 2 Anurag Kashyap Review Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 4542
Rate: 4.6
Rating:
Bookmark The Article

મુખ્ય કલાકારો : મનોજ વાજપાઈ, પિયૂષ મિશ્રા,રિચા ચડ્ઢા, નવાઝુદ્દીન સિદ્દીકી, આદિત્ય કુમાર, રીમા સેન, હુમા કુરૈશી, તિગ્માંશુ ધૂલિયા

નિર્દેશક :  અનુરાગ કશ્યપ

નિર્માતા : અનુરાગ કશ્યપ, સુનીલ બોહરા, ગુનીત મોંગા

સંગીત : સ્નેહા ખાનવલકર

રેટિંગ : 

સ્ટોરી :

આ ફિલ્મમાં સરદાર ખાનની મોતને વર્ણવી લેવામાં આવી છે, જે પહેલાં ભાગમાં બતાવવામા આવ્યું છે. ફિલ્મની કહાની ફ્લેશબેકમાં શરૂ થાય છે. આ વખતે પણ ફિલ્મની કહાની બે ગેંગ વચ્ચેની ટ્ક્કર પર જ આવીને ઉભી રહે છે. જો કે આ વખતે સામસામે લડાઈ કરવાની રીત બદલાઈ જાય છે. ફિલ્મમાં ગાંજો પીને પડ્યો રહેનાર યુવક રાતોરાત વાસેપુરમાં છવાઈ જાય છે અને તેનાથી આખું ગામ થરથરે છે અને આખરે તે પોતાના પિતા સરદાર ખાનનો બદલો રામાધીર સિંહ (તિગ્માંશુ ધૂલિયા) પાસે લઈને જ ઝંપે છે. 'ઓય લકી લકી ઓય' ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી રિચા ચડ્ઢાએ આ ફિલ્મમાં અદ્દભૂત અભિનય કર્યો છે અને પોતાની અભિનયની ક્ષમતાને દર્શકો સામે રજૂ કરી છે. આ ફિલ્મમાં રિચાએ સરદાર ખાનની 66 વર્ષીય પત્ની નગમાનો રોલ ભજવ્યો છે.  આ ફિલ્મની કહાની લખનાર રાઈટરે પણ ફિલ્મમાં જીશાન કાદરીએ પણ ફિ્લ્મમાં નાનો એવો રોલ કર્યો છે. ફિલ્મમાં તેણે ફૈઝલ ખાનનાં ભાઈનો રોલ કર્યો છે અને સલમાન ખાનનો સૌથી મોટો ફેન હોવાની ભૂમિકા કરી છે.

રિવ્યૂ :

અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મનો પહેલો ભાગ 22મી જૂને રિલીઝ થયો હતો. આ ફિલ્મની સફળતા બાદ અનુરાગે બીજો ભાગ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે થિએટરમાં આ ફિલ્મનાં બંને ભાગ એકસાથે રિલીઝ થઈ રહ્યાં છે, જે બોલિવૂડનાં ઈતિહાસમાં પ્રથમ વાર બન્યું છે. તેની પહેલાં હોલિવૂડની ફિલ્મ 'ગોડફાધર' ના બે ભાગ એકસાથે રિલીઝ થયાં  હતાં.

આ ફિલ્મની કહાની તમને પહેલાં ભાગ જેવી જ લાગે છે, જેમાં મારામારી, ખૂન અને ગુંડાગર્દી જોવા મળે છે, પરંતુ આ ફિલ્મનો મુખ્ય હાર્દ કહાની જગ્યાએ અભિનયને ગણાવી શકાય. આ ફિલ્મનાં તમામ પાત્રો પોતાની જગ્યાએ બરાબર ફિટ બેસે છે. અનુરાગ કશ્યપ ફિલ્મની કહાનીમાં ક્યાંક ગૂંચવાઈ ગયાં છે, પરંતુ કલાકારોનાં અભિનયે આ ફિલ્મમાં પ્રાણ પૂરી દીધાં અને તે પણ અદ્દભૂત રીતે. જો કે આ ફિલ્મનાં નાનામાં નાના પાત્રો, ફિલ્મનું લોકેશન, વાતાવરણ અનેક સંબંધો, અનેક પ્રકારની ગેંગ અને લોકોનાં વર્તનો જેવી અનેક વસ્તુઓને એકસાથે બતાવવામાં અનુરાગ સફળ રહ્યાં છે. આ ફિલ્મનું સંગીત પણ પ્રથમ ફિલ્મની જેમ હિટ રહ્યું છે. જેમાં 'તાર બીજલી સે પતલે' અને 'કાલા રે..' ગીતો સફળ રહ્યાં છે. જો તમે આ ફિલ્મનો પહેલો ભાગ જોવાનું ચૂકી ગયાં છો તો તમને આ ફિલ્મમાં મજા આવી શકે તેમ નથી. તેથી આ ફિલ્મ જોવા માંગતા દર્શકોએ બંને ફિલ્મ એકસાથે જોવી પડે તેમ છે.

Still from movie Still from movie 'Gangs of Wasseypur 2'
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com