મનીલા, 8 ઓગસ્ટ
ફિલીપાઈન્સની રાજધાની મનીલા સહિત 9 પ્રાંતોમાં ભારે વરસાદના કારણે પૂર આવતા 11 લોકોના મોત થઈ ગયા છે અને 10 લાખથી પણ વધુ લોકોએ વિસ્થાપિત થવુ પડ્યુ છે. એક ગુપ્ત એજન્સિના જણાવ્યા મુજબ, ઉષ્ણકટિબંધ તોફાન હૈકુઈના કારણે ક્વિજોર શહેરમાં 2 મકાન ઘારાશાયી થતા 9 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 4 ઘાયલ થયા છે. તેમજ 2 અન્ય લોકોના મોત કરંટ લાગતા તેમજ પાણીમાં ડૂબવાથી થયા છે. પૂરના કારણે 126 રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે.