નવી દિલ્હી, 8 ઓગસ્ટ
હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર ફેશન ડિઝાઈનર આશિમા અને લીના સિંહ દ્વારા આયોજીત કરવામાં આવેલ 'દિલ્હી ફેશન વીક' નાં ત્રીજા કાર્યક્રમમાં રેમ્પ પર વોક કરતી જોવા મળશે.
બુધવારે દિલ્હી ખાતે આ ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આશિમા અને લીનાનાં રાજસી સંગ્રહનું નામ 'રાગ રત્ના' રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૂફી ગાયિકા જિલા ખાન પણ પોતાની પ્રસ્તુતિ આપશે. રેમ્પ પર વૉક કરવાની વાતની પુષ્ટિ શર્મિલા ટાગોરે કરી હતી.