Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:16:33 PM IST
 

સની લિયોન આમિર સાથે કામ કરવા આતુર

Aug 08, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sunny Leone Jism 2 Aamir Khan comment     E-Mail     Print    
 
Viewed: 1183
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 8 ઓગસ્ટ

ભારતીય મૂળની કેનેડિયન પોર્ન સ્ટાર સની લિયોનની પહેલી બોલિવૂડ ફિલ્મ 'જિસ્મ-૨' રજૂ થઈ ચૂકી છે ત્યારે સનીના પસંદગીના કલાકારોની યાદીમાં સલમાન ખાન અને આમિર ખાન ટોપ ઉપર હોવાના અહેવાલ છે. સનીનું કહેવું છે કે તે આમિર ખાન સાથે ફિલ્મ કરવા ઇચ્છુક છે. સલમાન સાથે કામ કરવાની ઇચ્છા અગાઉ વ્યક્ત કરી ચૂકેલી સનીએ હવે કહ્યું છે કે આમિર ખાન પણ તેના મોસ્ટ ફેવરિટ એક્ટર્સ પૈકી એક છે અને આમિર સાથે ફિલ્મ કરવાની તેની પ્રબળ ઇચ્છા છે. ઉલ્લેખનીય છે કે પૂજા ભટ્ટ દ્વારા દિર્ગ્દિશત 'જિસ્મ-૨' ઇરોટીક થ્રિલર છે અને બોક્સઓફિસ પર સારો કારોબાર કરી રહી છે.

ત્રીજી ઓગસ્ટે રજૂ થયેલી આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી જોન-બિપાશા સ્ટારર 'જિસ્મ'ની સિકવલ છે. ફિલ્મમાં સની લિયોન ઉપરાંત રણદીપ હૂડા અને અરુણોદયસિંહની મુખ્ય ભૂમિકા છે. હિંદી ભાષા ઉપર સંપૂણ પકડ નહીં ધરાવતી સનીનું કહેવું છે કે તે હિંદી શીખવા સખત મહેનત કરી રહી છે. સનીને લઇને ફિલ્મ બનાવવા બોલિવૂડના ઘણા નિર્માતા-નિર્દેશકો પ્રયાસ કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં તેને વધુ કેટલીક ફિલ્મો મળવાની શક્યતા છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com