મુંબઈ, 8 ઓગસ્ટ
બોલિવૂડના 'દબંગ' સ્ટાર સલમાન ખાનની 'એક થા ટાઈગર' ફિલ્મ ૧૫ ઓગસ્ટે રજૂૂ થનાર છે ત્યારે સલમાને નાનાં શહેરોમાં આ ફિલ્મની પ્રમોશનલ ટૂર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણય પાછળ પૂરતાં કારણો પણ રહેલાં છે, તેમાંનું એક કારણ એ પણ છે કે નાનાં શહેરોમાં તેની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે. ૪૬ વર્ષીય સલમાનનું માનવું છે કે નાનાં શહેરોમાં પણ તેને ચાહકો તરફથી જોરદાર પ્રતિસાદ ચોક્કસપણે મળી શકે છે પરંતુ નાનાં શહેરોમાં તેને સુરક્ષા અંગેની ચિંતા પણ સતાવે છે.
નાનાં શહેરોમાં તેને મળવાની કે તેની એક ઝલક મેળવવાની ઉત્સુકતામાં બાળકો અને વરિષ્ઠ નાગરિકો ધક્કામુક્કીનો શિકાર થઈ શકે તેમ હોવાની ભીતિ પણ સલમાનને સતાવે છે, કેમ કે તેવી કોઇ દુર્ઘટના બની જાય તો તેના માથે માછલાં ધોવાય તેવું બની શકે છે. આ કારણસર તેણે 'એક થા ટાઈગર'ના પ્રમોશન માટે નાનાં શહેરોમાં નહીં જવાનું નક્કી કર્યું છે. 'એક થા ટાઈગર' યશરાજ ફિલ્મ્સ દ્વારા ર્નિિમત છે અને કબીર ખાને ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મમાં સલમાન વિદેશોમાં કાર્યરત ભારતીય જાસૂસની ભૂમિકામાં છે.