કોલકાતા 8, ઓગષ્ટ
પશ્ચિમ બંગાળના દિજાનપુર જીલ્લામાં એક મહિલા પોતાના કદના કારણે આકર્ષણનું કેંદ્ર બની છે. મહિલાને તેની અસામાન્ય લંબાઈ અને વજનના કારણે સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. સિદ્દીકા પરવીન નામની આ મહિલા 25 વર્ષની છે અને તેનુ વજન 160 કિલો છે.
હોસ્પીટલના ડોક્ટરોએ જાણકારી આપતા કહ્યું હતું કે આ મહિલાને હોર્મોન સબંધી બીમારી છે જેમાં મહિલાની પીયૂષ ગ્રંથીમાંથી સોમાટોટ્રોપિક હોર્મોનના અનિયમિત સ્ત્રાવ થવાના કારણે લંબાઈ અને વજનમાં અસામાન્ય વૃદ્ધિ થઈ રહી છે. મહિલાની માં મંસુરા બીબીએ જણાવ્યું કે વિતેલા ત્રણ મહિનામાં મહિલાની ઉંચાઈમાં એક ઈંચનો વધારો થયો છે. પહેલા મહિલાની ઉંચાઈ 7 ફૂટ 6 ઈંચ હતી પરંતુ હવે તેની લંબાઈ આઠ ફૂટ છે.
સિદ્દીકાની માં એ જણાવ્યું કે આ બિમારીના કારણે એની ભૂખ પણ વધી ગઈ છે અને હવે તે રોજના 6 કિલો ચોખા અને શાકભાજી ખાઈ જાય છે જે અમારા માટે આર્થિક પરીસ્થિતીના કારણે લાવવા મુશ્કેલ છે. કારણ કે તેના પીતા મજુરી કરી ઘર ચલાવે છે. અમારે તેના ખોરાક માટે લોન લેવી પડી છે અને તેને તે પણ ખબર નથી કે તેની બીમારી પાછળ અમારે કેટલો ખર્ચ કરવો પડ્યો છે.