Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:16:01 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News અમદાવાદના અશોક ગજ્જર-ભારતીબેનનું ઉત્તરાકંડમાં મોત
 

જામનગરનો લોકમેળો બન્યો જૂગાર મેળોઃ છ સ્ટોલમાં પાટલા મંડાયા હતા

Aug 09, 2012 Rajkot > Jamnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 324
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર,તા.૮

જામનગર મહાનગરપાલિકા સંચાલિત લોકમેળાના છ સ્ટોલ પર ચાલતા જુગાર પર એલસીબીએ દરોડો પાડી ૧૬ સંચાલકોને ૩૫ હજારના મુદામાલ સાથે ઝડપી તમામ સામે ગુનો દાખલ કરતા મેળામાં ભારે ખળભળાટ મચી જવા પામી છે.

  • એલસીબીએ દરોડો પાડી ૧૬ શખ્સોને રૂ.૩૬ હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધા

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગર પાલિકા સંચાલિત લોકમેળો ચાલુ છે જયાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે ત્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે લાકડાની ગોળીઓથી ડબ્બા પછાડવા ચોકલેટના રેપરમાંથી ઇનામો કાઢવા વગેરે લલચામણી અને જુગાર પ્રેરિત રમતો ચાલતી હોવાની બાતમી એસ.પી. હરિકૃષ્ણ પટેલને મળતા તેમણે એલસીબીને આ અંગે કાર્યવાહી કરવાનો હુકમ કરતા એલસીબી ગઇકાલે લોકમેળામાં ત્રાટકી હતી અને જુગાર રમાડતા આવા સ્ટોલ જેના જોન ફાન્સીસ એન્થોની માયકલ (રે.મહારાષ્ટ્ર) મિલન મહેશભાઇ નંદા (રે.પવનચકકીના સ્ટોલમાંથી એરગન સહિત ચીજ વસ્તુઓ સહીત ૨ હજારનો મુદામાલ કબજે કર્યા જયારે અશોક લક્ષ્મણભાઇ ચાંદ્રાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

બીજા સ્ટોલમાં પ્લાસ્ટીકની રાયફલથી લાકડાની ગોળી છોડાવી જુગાર રમાડાતો હોવાથી ફારૂક અલીમામદ સમા (રે.લીંડી બજાર) મુનાભાઇ નોયડા (રે.રંગમતિ સોસાયટી) ગફાર ઇસ્માઇલ સમા (રે.લીંડી બજાર) અને મુનાભાઇ નોયડા (રે.રંગમતિ સોસાયટી), ગફાર ઇસ્માઇલ સમા (રે.લીંડી બજાર) અને મુનાખાન પઠાણ (રે.શંકરટેકરી)ને રોકડ રૂ.૮૫૫૦ સહિતના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.

તેવી જ રીતે મહેશ ગોપાલદાસ (રે.સિધ્ધાર્થ કોલોની) રણજીતસિંહ ઉર્ફે ચકો ધીરૂભા રાયજાદા (રે.નવાગામ) રમેશ કણઝારીયા (રે.રાણ ગામ) અને અશ્વિન કેશુભાઇ કણઝારીયા (રે. ગોકુલનગર)ને ૧૫ હજારના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે.

જયારે અશ્વિન કચરાભાઇ કોળીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ચોથા સ્ટોલમાં જીતુ ગીરધારીલાલ (રે.અમદાવાદ) અને કમલેશ બિજલભાઇ કોળી (રે.બનાસકાંઠા)ને રૂ.૩૨૪૦ ના મુદામાલ સાથે તેમજ શંભુનાથ બંકેશ ઠાકુર (રે.બંગાલ) અને અશોક રઘુનાથ શાહ (રે.બિહાર) ને રૂ.૭૭૮૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. છઠ્ઠા સ્ટોલમાં રાજુ સુરેશસિંહ ચૌહાણ (રે.મુંબઇ) કેદાર વૃન્દાવન પટેલ (રે.મધ્યપ્રદેશ)ને રૂ.૧૦૦૦ના મુદામાલ સાથે પકડી અશોક લક્ષ્મણ ચાંદ્રાને ફરારી જાહેર કરવામાં આવ્યો છે. એલ.સી.બી.ની કામગીરીમાંથી બંદોબસ્તમાં રહેલી પોલીસ અને મહાનગરપાલિકા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. અને દોષનો ટોપલો એકબીજા પર ઓઢાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com