લંડન, 9 ઓગસ્ટ
હોલિવૂડ નિર્દેશક જેમ્સ કૈમરૂન ચીની ફિલ્મ નિર્માતાઓ સાથે મળીને એક 3ડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે, જેમાં ચીનનો ઈતિહાસ વર્ણવવામાં આવશે. એક ચીની સમાચારપત્રનાં જણાવ્યાં અનુસાર 'ડ્રીમ્સ વર્ક્સ એનિમેશન' દ્વારા ફિલ્મ 'કૂંગ ફૂં પાંડા' ની ત્રીજી સિરીઝનાં પ્રોડકશન વખતે આ કૈમરૂનની ફિલ્મની પણ જાહેરાત આવતા બુધવારે કરવામાં આવશે.
જેમ્સ કૈમરૂન આ ફિલ્મ બનાવવા માટે 'ચાઈના ફિલ્મ ગ્રુપ કોર્પોરેશન' ની કંપની સિવાય અન્ય કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. આ ફિલ્મમાં ચીનની રાજધાની બેઈજિંગનો 800 વર્ષનો ઈતિહાસ બતાવવામાં આવશે. કૈમરૂને અત્યાર સુધી 'ટાઈટેનિક' અને 'અવતાર' જેવી ફિલ્મો બનાવી છે.