લંડન, 9 ઓગસ્ટ
હોલિવૂડના સ્ટાર અભિનેતા ટોમ ક્રુઝ માટે તેની ભૂતપૂર્વ પત્ની મિમી રોજર્સ આજે પણ સહાનુભૂતિ ધરાવે છે. ૫૬ વર્ષીય મિમી રોજર્સે ૧૯૮૭માં ટોમ ક્રૂઝ સાથે લગ્ન કર્યા હતા અને તેમનું લગ્નજીવન ૧૯૯૦ સુધી ટક્યું હતું.
ટોમ ક્રૂઝના હાલમાં જ ત્રીજી પત્ની કેટી હોમ્સ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ મિમી રોજર્સે તેના પૂર્વ પતિ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. અમેરિકી મેગેઝિનના અહેવાલમાં મિમીને ટાંકીને જણાવ્યું છે કે ટોમ અને કેટી ભલે અલગ થઇ ચૂક્યા હોય પરંતુ પોતે બન્નેને સારી લાઈફ માટે શુભેચ્છા આપે છે. મિમીએ ઉમેર્યું હતું કે તે ટોમ-કેટીના છૂટાછેડાથી દુઃખી પણ છે. ઉલ્લેખનીય છે કે ટોમ ક્રૂઝ અને કેટી હોમ્સ વચ્ચેના પાંચ વર્ષ લાંબા લગ્નજીવનનો ગત જૂનમાં અંત આવી ગયો હતો.