Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 08:02:14 PM IST
 

બોમન-ફરાહની જોડી મારી યુએસપી છે : બેલા સેહગલ

Aug 09, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 1019
Rate: 0
Rating:
Bookmark The Article

ડિરેક્ટર કટ

એડિટર તરીકે ફિલ્મોમાં જવાબદારી નિભાવનાર સંજયલીલા ભણસાલીનાં બહેન બેલા સેહગલે હવે દિગ્દર્શક તરીકે ઝંપલાવ્યું છે. તેમની ફિલ્મ 'શીરી ફરહાદ કી તો નિકલ પડી' વિશે તે શું કહે છે...

* 'શીરી ફરહાદ કી તો નિકલ પડી' બનાવવાનું કેમ નક્કી કર્યું?

દસ વર્ષ પહેલાં મેં અને સંજયે આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો. ૪૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને લગ્ન કરતી વખતે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે પર આધારિત કહાની છે. આ એક યુનિવર્સલ સમસ્યા છે અને તેનું ઉદાહરણ મારો ભાઈ જ છે.

* આ વાતને પડદા પર બતાવવાનું ખાસ કારણ?

ફિલ્મમાં આજના લોકો સાથે જોડાયેલી વાત છે. બધા જ પોતપોતાનાં કામમાં એટલા વ્યસ્ત છે કે તેમને તેનાં લગ્ન કરવાનો ખ્યાલ જ નથી રહેતો, જે તેના માટે ખૂબ મહત્ત્વનું છે. લગ્નનો વિચાર બધાંને સૌથી છેલ્લે આવે છે, જે પહેલાં આવવો જોઈએ.ળ

* ફિલ્મમાં કાસ્ટિંગ નક્કી કરવામાં કોઈ સમસ્યા થઈ હતી?

મેં પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે ફિલ્મમાં લીડ રોલ બોમન ઇરાની અને ફરાહ ખાન કરશે. બોમન મારા મિત્ર છે અને પોતે પારસી છે. આઠ વર્ષ પહેલાં જ મને બોમને તે માટે હા કહેલી હતી. જ્યારે ફરાહ અડધી પારસી છે અને ફિલ્મની માંગ પ્રમાણે તેનું કિરદાર છે. તેને મેં ફિલ્મ માટે કહ્યું તો તેને સરપ્રાઇઝ લાગ્યું અને મારી સામે પર્ફોમ કરવા લાગી.

* ફિલ્મની યુએસપી શું છે?

પર્ફોર્મન્સ! બોમન અને ફરાહની જોડી મારી યુએસપી છે. બધાંને મજા પડે તેવી ફિલ્મ છે.

* તમને ફિલ્મ બનાવવામાં સૌથી કઠિન શું લાગ્યું?

જ્યારે ફિલ્મનાં દૃશ્યનું ફિલ્માંકન કરવાનું હોય છે ત્યારે દિગ્દર્શક અને એક્ટર વચ્ચે થોડી રકઝક થાય છે. કલાકારના વિચારને પણ ન્યાય આપવો જરૂરી છે અને તેને ફિલ્મની માંગ પ્રમાણે સમજાવવું તે કઠિન છે.

* સંજયની મોટાભાગની ફિલ્મોનું એડિટિંગ તમે કર્યું છે. દિગ્દર્શન કરતી વખતે એડિટિંગનો અનુભવ કામ આવ્યો હતો?

જ્યારે હું શોટ લેતી હતી ત્યારે જ મને ખ્યાલ હતો કે મારે શું જોઈએ છે! સીનની શરૂઆત ક્યાં થશે અને ક્યાં પૂરો થશે, તેનો મને સારી રીતે ખ્યાલ આવી જતો હતો. એડિટિંગને લીધે જ મારી ફિલ્મ ઝડપથી પૂરી થઈ શકી છે.

* તમે કયા ડેબ્યુટ દિગ્દર્શકથી ખૂબ પ્રભાવિત થયા છો?

સુરજિત સિરકર! 'વિકી ડોનર'નું દિગ્દર્શન કમાલનું હતું. આ ફિલ્મથી તો તેણે જૂના દિગ્દર્શકોને પણ બતાવી આપ્યું કે ઓડિયન્સનો ટેસ્ટ કેવો છે અને 'વિકી ડોનર' બનાવીને તેણે તે સાબિત કરી બતાવ્યું.

* તમે કયા ફિલ્મમેકરના કામથી વધારે પ્રભાવિત થયા છો?

અફકોર્સ, માય બ્રધર ફિલ્મ્સ! અમે બંને સાથે જ ફિલ્મોમાં મોટાં થયાં છીએ અને તેની ફિલ્મોએ મને આકર્ષિત કરી છે. મને બીજા ફિલ્મમેકરોનું કામ ગમે છે, પણ મને વધારે મારા ભાઈની વાત કરવી ગમશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com