Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:18:31 PM IST
 

AtoZ - પૌષ્ટિકતા

Aug 10, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 2001
Rate: 3.0
Rating:
Bookmark The Article

હેલ્થ ન્યૂટ્રિશન - શ્રુતિ

કોઈ આહારને પૌષ્ટિક બનાવવા માટે અનેક તત્ત્વોની આવશ્યકતા હોય છે, જેની ર્પૂિત સરળ નથી હોતી. અહીંયાં અમે આપને એ થી ઝેડ સુધીના અક્ષરો સાથે જોડાયેલા એવાં ખાદ્ય પદાર્થો જે પૌષ્ટિક તો છે જ, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ગુણકારી છે. તો ચાલો જાણીએ પૌષ્ટિકતાનું એ ટુ ઝેડ...

A : એપલ (સફરજન)

એક સફરજન રોજ ખાવ અને ડોક્ટરથી દૂર રહો- આ વિધાન સાચું છે, કેમ કે એમાં કેલરીની સાથોસાથ કોલેસ્ટ્રોલ પણ ઓછું હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે. અસ્થમામાં સફરજન ખાવું ફાયદાકારક હોય છે. પેટ ખરાબીમાં પણ લાભદાયક ઉપચાર છે. જો ડાયાબિટીસ થોડો ઘણો હોય તો પણ સફરજન ખાવાની સલાહ ડોક્ટર આપે છે. શિશુઓ માટે બાફેલું સફરજન સંપૂર્ણ આહાર છે. દરરોજ સફરજન ખાવાથી કેન્સર જેવા રોગોથી બચી શકાય છે.

B : બનાના (કેળાં)

કેળાં એ સ્ત્રીઓ માટે તનાવ દૂર કરવાની દવા છે. એમાંથી એમિનો એસિડ, ટ્રિપ્ટોફેન સેરોટોનિન કેમિકલ મળે છે. જેથી આખા શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. આમાં પોટેશિયમ હોય છે, જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયરોગથી બચાવે છે. કેળાં નાસ્તા માટે સંપૂર્ણ આહાર છે, જે ઊર્જાથી ભરપૂર હોય છે.

C : કેબેજ (કોબીજ)

બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સરથી દૂર રહેવા માટે કોબીજ લાભકારક છે. કોબીજ એસ્ટ્રોજેન્ટથી થનારી બીમારીઓથી પણ દૂર રાખે છે. આમાં સલ્ફર, ક્લોરિન અને આયોડિનની માત્રા વધુ હોય છે. કોબીજ અલ્સરને મટાડે છે, ઓબેસિટી અને ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. ધ્યાન રાખો કે, કોબીજને રાંધતાં-ખાતાં પૂર્વે ખુલ્લાં પાણીમાં વ્યવસ્થિત

રીતે ધોવી.

D : ડેટ્સ (ખજૂર)

ખજૂરમાં પોટેશિયમ, આયર્ન, નિયાસીન અને વિટામિન-બી૬ હોય છે. ફાઈબરની અધિક માત્રાયુક્દૃત ખજૂરમાં પ્રાકૃતિક સુગર પણ અધિક હોય છે.

E : એગ (ઈંડું)

બર્ડ ફ્લૂને કારણે ભલે ઇંડાંથી ડર રહ્યા કરે, પરંતુ ઇંડું ન્યૂટ્રિશનનો મુખ્ય સ્રોત છે. એમાં પ્રોટીન, વિટામિન-એ-બી-ડી, ઝિંક, આયર્ન અને ફોલિક એસિડ પણ હોય છે. ડર દૂર કરવા માટે ઇંડાંને કાચું કે અર્ધું પાકું ન ખાવ.

F : ફિશ (માછલી) (માંસાહારીઓ માટે)

ઉત્તમ પ્રોટીન માટે માછલીથી સારો સ્રોત બીજો કોઈ જ નથી. વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. સ્ટ્રોક અને હાર્ટ એટેકથી બચાવ કરે છે, થાઈરોઈડમાં પણ ફાયદો પહોંચાડે છે. ઓઈલી ફિશ જેવી કે, મેકરિલ વિટામિન-એ અને ડીનો સારો સ્રોત છે. ઓમેગા થ્રી ફેટી એસિડ આમાં પ્રાકૃતિક રીતે જ મોજૂદ હોય છે, જે શરીર માટે બેહદ ફાયદાકારક હોય છે.

G : જિંજર (આદું)

મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓને મોર્નિગ સિકનેસનો સામનો કરવો પડે છે, એના માટે લાભદાયક હોય છે. જિંજર અર્થાત્ આદું. ઘણાં લાંબા સમયથી ઘણી બધી દવાઓમાં આદુંનો ઉપયોગ થતો આવ્યો છે. આદું પાચનક્રિયાને પણ સુધારે છે.

H : હર્બ (જડીબુટ્ટી)

હર્બ અર્થાત્ જડીબુટ્ટીનો અધિકતર ઉપયોગ સલાડમાં થાય છે. એનાથી સલાડ આકર્ષક દેખાવાની સાથોસાથ ફાયદો પણ આપે છે. એમાં તાકાતપ્રદ ફાઈટો કેમિકલ અને એન્ટિબાયોટિક તત્ત્વ હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે, જે ઇમ્યૂન સિસ્ટમને પણ સારી રાખે છે. હર્બનો ઉપયોગ સલાડ, એ પછી ચા માં થાય છે. બેસિલ અને આદુંની ચા માથાનો દુખાવો અને કેમોમાઈલ ચા તનાવ દૂર કરવા માટે સક્ષમ હોય છે.

I : ઈન્ડિયન ગૂસબેરી (આમળાં)

તેજ ફ્લ્યૂને દૂર કરવામાં વિટામિન-સીની અધિક માત્રાની આવશ્યકતા રહે છે, જે ઈન્ડિયન ગૂસબેરી (આમળાં)માંથી મળે છે. આમળાં બીમાર થવાથી દૂર રાખી, નવજીવન આપે છે. કોઈપણ અન્ય પૌષ્ટિક આહાર કરતાં વધુ પોષક તત્ત્વ આમાં રહેલાં છે. આમળાંથી આપણી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે.

J : જેક ફ્રૂટ

પોટેશિયમથી ભરપૂર હોવાને કારણે જેક ફ્રૂટ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે. એમાંનું ફાઈટો ન્યૂટ્રિએન્ટ તત્ત્વ કેન્સરથી બચાવે છે. અસ્થમામાં રાહત આપે છે. ત્વચાની અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે.

K : કિવી

કિવી ફ્રૂટમાં વિટામિન-સી, પોટેશિયમ, કોપર, ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન-ઈ રહેલાં છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે કિવીનું સેવન ટ્રાઈ ગ્લીસરાઈડ બનવા પર અંકુશ લગાવે છે તથા બ્લડ ક્લોટ અર્થાત્ લોહીનો જમાવ પણ થવા દેતું નથી. મોટાંની સાથોસાથ બાળકોને પણ યોગ્ય પોષણ આપે છે. ભલે આ ફળ સરળતાથી ન મળે, પણ કિવીમાં ખાસ ગુણો છે.

L : લેમન (લીંબુ)

લેમન (લીંબુ) સિટ્સ ફળ છે. લીંબુના રસમાં વિટામિન-સી વધુ માત્રામાં હોય છે. લીંબુનો રસ ઇનફ્લૂએન્ઝા, મેલેરિયા અને સળેખમમાં ફાયદો આપે છે, તાવને ઓછો કરે છે. દાંત-હૃદય અને હાડકાં માટે લીંબુ ગુણકારી છે. કિડની અને બ્લેડરના રોગોની સાથે નર્વસ સિસ્ટમને આરામ પ્રદાન કરે છે.

M : મેંગો (કેરી)

મેંગો અર્થાત્ કેરી એ તો ફળોનો રાજા છે. એક સારો નાસ્તો અને ઉપયોગી ડેઝર્ટ છે, ખાસ કરીને ગળપણ ખાનારાઓ માટે. સ્વાસ્થ્ય માટે લાભકારી રસાયણોનો બહેતર સ્રોત છે. પાચનક્રિયામાં પણ ફાયદો આપે છે.. કેરી.

N : નટ્સ (સૂકોમેવો)

નટ્સ એવાં ઉત્તમ સ્નેક્સમાંના એક છે, જેના સેવનથી આપનું પેટ ભર્યું ભર્યું લાગે છે. એમાં વિટામિન-ઈ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક હોય છે અને હાડકાંને કેલ્શિયમ પૂરું પાડે છે.

O : ઓનિયન (ડુંગળી)

ઓનિયન અર્થાત્ ડુંગળીમાં ક્યૂરસેટિન હોય છે, જે એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોયુક્ત હોય છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. પીળી ડુંગળીની તુલનાએ લાલ ડુંગળીમાં ક્યૂરસેટિન અધિક હોય છે. ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને અસ્થમામાં આરામ મળે છે.

P : પપાયા (પપૈયું)

પપૈયામાં વિટામિન-એ, બી અને સી, બીટા કેરોટીન તથા પપેન હોય છે, જે એન્જાઈમ માટે ફાયદાકારક હોય છે. પપૈયું પાચક તથા ભૂખ વધારનાર હોય છે. પપૈયું લીવર માટે પણ ફાયદાકારક છે. સુપાચ્ય હોવાને કારણે ડોક્ટર એને દરેક સમયે ખાવાની સલાહ આપે છે.

Q : કિવનોઆ

ક્વિનોઆ (એક પ્રકારનું અનાજ)માં પોટેશિયમ અને આયર્ન હોય છે. એમાં વિટામિન બી (ખાસ કરીને બી-૬), નિયાસિન અને થિયામિન પણ હોય છે. પ્રોટીનયુક્ત આ અનાજનો ઉપયોગ કૂકીઝ, બ્રેડ, પાસ્તા, કેક અને બિસ્કિટ બનાવવામાં થાય છે. આનાં પાન સલાડમાં વપરાય છે.

R : રેડિશ (મૂળો)

રેડિશ અર્થાત્ મૂળો સ્વાદમાં ઉમદા અને ઓછી કેલરીવાળો છે. મૂળામાંથી બનનારા નાસ્તા ઉત્તમ હોય છે. કોઈપણ સલાડ, સૂપ અને શાકભાજીમાં મૂળો ઉમેરવાથી રોનક તો વધે જ છે, સ્વાદ પણ સરસ આવે છે. મૂળામાં વિટામિન સી ભરપૂર હોય છે. આમાં આયર્ન, પોટેશિયમ, બીટા કેરોટીન અને ફાઈબર પણ હોય છે.

S : સ્પિનચ (પાલક)

સ્પિનચ અર્થાત્ પાલક લોકોની પસંદગીની લીલી ભાજી છે. આમાં ફોલેટ અધિક હોય છે. આમાં રહેલું વિટામિન બી હૃદયરોગને ઘટાડે છે. આમાં લ્યૂટીન પણ બહુ જ હોય છે, જેથી ઉંમર વધતાં નેત્રદૃષ્ટિ ઘટનારી સમસ્યામાં ફાયદો થાય છે.

T : ટોમેટો (ટામેટાં)

ટોમેટો અર્થાત્ ટામેટાંમાં લાઈકોપીન, કેરોટ નોયડ્સ હોય છે, જે હૃદયરોગ અને કેન્સરને દૂર કરવામાં સહાયક નીવડે છે. આ પ્રકારનાં શાકભાજી ડાયાબિટીસમાં, નેત્રરોગમાં, યૂરિનરી ડિસોર્ડરમાં, ઇન્ટેસ્ટાઈન, લીવરની સમસ્યાઓ અને સાંધાના દર્દોમાં ફાયદો પહોંચાડે છે. ટામેટાં એ નાડી માટે સારું ટોનિક અને રક્તશોધક છે.

V : વેજીટેબલ્સ (શાકભાજી)

એક દિવસમાં શાકભાજી અને ફળોમાંથી મળનારા નીચેના પાંચ ખાદ્યો જો આમ ખાતાં હોવ તો આપ કેન્સર અને હાર્ટ એટેકના જોખમથી બચી શકો છો. ૮૦ ગ્રામનું એક સલાડ બાઉલ જેમાં ૩ ટેબલસ્પૂન મટર, ૨ મુઠ્ઠી કોબીજ, ૨ મુઠ્ઠી સલાડ પાન, એક બાઉલ નાના મકાઈના દાણાં, એક ટામેટું હોય અને એક ચમચી ટોમેટો પ્યૂરી હોય.

W : વોલનટ (અખરોટ)

વોલનટ (અખરોટ) સૌથી અલગ જ ખાદ્ય છે. એમાં ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સની સાથે પોલીસેચ્યુરેટેડ, ફેટી એસિડ પણ હોય છે. જે હાર્ટ એટેકના જોખમ અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.

Y : યોગર્ટ (દહીં)

યોગર્ટ અર્થાત્ દહીં સ્વાસ્થ્યવર્ધક છે અને મિનરલ અને વિટામિનનો ઉત્તમ સ્રોત પણ છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-એ-બી અને ઝિંક આમાં હોય છે અને દહીં પચાવવામાં દૂધથી વધુ આસાન હોય છે. ખાસ કરીને જેઓને દૂધ પચતું ન હોય તેમના માટે દહીં ઉત્તમ પાચક છે. આમાં એક્ટિવ બેક્ટેરિયા હોય છે, જે નુકસાનકર્તા તત્ત્વોથી બચાવે છે.

Z : ઝુકીની

રો ઝુકીનીમાં ઓછી કેલરીની સાથે ફોલેટ, વિટામિન-સી, પોટેશિયમ હોય છે. આ કેરોટિનનો સારો સ્રોત છે અને કેન્સર સામે લડવા માટે એન્ટિ ઓક્સિડેન્ટ તત્ત્વ પણ હોય છે. આમાં, પીળી અને લીલી ઝુકીની બેહદ પૌષ્ટિક હોય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com