મુંબઈ, તા. 11
સની લિયોનની ફિલ્મ 'જિસ્મ-૨'ને બોક્સઓફિસ પર ધારી સફળતા ન મળી હોવા છતાં સની લિયોન ખુશખુશાલ જણાઈ રહી છે અને બોલિવૂડમાં વધુ સક્રિય થવાની ઇચ્છા ધરાવે છે.
ભારતમાં જોરદાર સ્વાગત બાદ સનીનું કહેવું છે કે દેશની યુવાપેઢી ટેલિવિઝન ઉપર તમામ પ્રકારનાં લોકોને સ્વીકારવા માટે તૈયાર છે. આ જ કારણસર તેને કામ અંગેની કોઈ પરેશાની નથી. સનીએ ઉમેર્યું હતું કે તે એક પોર્નસ્ટાર હોવાથી એ બાબતને લઈને ભયભીત હતી કે તેની પોર્નસ્ટાર તરીકેની ઓળખનાં કારણે ભારતીય ચાહકો તેને પસંદ કરશે નહીં. સની લિયોન ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસની પાંચમી સિઝનમાં ભાગ લેવા માટે ભારત આવી હતી. આ શો દરમિયાન જ મહેશ ભટ્ટે તેને 'જિસ્મ-૨' ઓફર કરી હતી ત્યારથી સની સતત લાઇમલાઇટમાં રહી છે. ઘણા નિર્માતા-નિર્દેશકો તેને પોતાની આગામી ફિલ્મમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, અલબત્ત સનીએ 'જિસ્મ-૨' બાદ એકતા કપૂરની 'રાગિણી એમએમએસ' સિવાય કોઇ ફિલ્મ સાઇન કરી નથી.