Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:44:55 AM IST
 

હવે મંગળ ગ્રહ પરનું સંપૂર્ણ રહસ્ય ટૂંક સમયમાં હાથવેંતમાં

Aug 11, 2012 Offbeat
 
Tags:   Curiosity rover Technology Mars Space NASA Robot Mars Curiosity rover Computer comment     E-Mail     Print    
 
Viewed: 3143
Rate: 3.5
Rating:
Bookmark The Article

લોસએન્જલસ, તા. ૧૧

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા તેનાં મહત્ત્વાકાંક્ષી મંગળ અભિયાન હેઠળ ક્યુરિયોસિટી રોવરને ૫૬.૭ કરોડ કિલોમીટર દૂર મોકલ્યા બાદ હવે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની તૈયારી કરી રહ્યું છે એટલે કે કેલિફોર્નિયામાં આ અભિયાનનું નિયંત્રણ કરનારા એન્જિનિયર્સ આગામી ત્રણ-ચાર દિવસોમાં ક્યુરિયોસિટીમાં એક નવું કમ્પ્યૂટર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશે જે ક્યુરિયોસિટીનાં મગજની જેમ કામ કરશે.
  • આગામી ત્રણ દિવસમાં નવી કમ્પ્યૂટર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે, જે રોવરનાં મગજની જેમ કાર્ય કરશે
  • ૧૯ કિલોમીટર ક્યુરિયોસિટી બે વર્ષ સુધી મંગળની જમીન પર ફરશે

ત્યાર પછી છ પૈડાં ધરાવતું એક ટન વજનનું આ રોવર લાલ ગ્રહની સપાટી પર તેની સફરની શરૃઆત કરશે અને ત્યાં ફરીને મહત્ત્વપૂર્ણ જાણકારી એકત્રિત કરશે. આ પહેલાં વિજ્ઞાની ઓએ જે સોફ્ટવેર ક્યુરિયોસિટીમાં લગાવ્યું હતું તે મંગળનાં વાતાવરણને ચીરીને તેની સપાટી સુધી પહોંચવામાં સક્ષમ રહ્યું હતું. નવું સોફ્ટવેર પેકેજ ક્યુરિયોસિટીનાં મુખ્ય કમ્પ્યુટરમાં લગાવવામાં આવશે.

૩૦ વર્ષ પહેલાં મળેલા પુરાવા સાબિત કરશે
નાસાનું ક્યુરિયોસિટી રોવર મંગળ ગ્રહ પર ૩૦ વર્ષ પહેલાં મેળલા માનવજીવનના પુરાવાને સાબિત કરશે. વિજ્ઞાની  ગિલબર્ટ લેવિને ૧૯૭૬માં નાસાના વાઇકિંગ મિશનનું નેતૃત્વ કર્યું હતું. લેવિનને આશા છે કે, ક્યુરિયોસિટી જે પુરાવા એકત્રિત કરશે તેનાથી અગાઉ મળેલા પુરાવાની પુષ્ટિ થઈ શકશે.

મંગળની જમીનની નીચે ટેક્ટોનિક પ્લેટ છે
બીજી તરફ વિજ્ઞાની ઓએ મંગળ ગ્રહની સપાટી નીચે ટેક્ટોનિક પ્લેટ મળી હોવાનો દાવો કર્યો છે. અગાઉ આ પ્લેટ માત્ર પૃથ્વીની સપાટીની નીચે જ હોવાનું માનવામાં આવતું હતું. રિસર્ચ સાથે સંકળાયેલા પ્રોફેસર એન યિન કહે છે કે, આ ટેક્ટોનિક પ્લેટ તેના પ્રારંભિક તબક્કામાં છે. યિને નાસાના માર્સ રેકનાઇસેન્સ ઓર્બિટરમાં લગાવાયેલા એચઆઇઆરઆઇએસઇ (હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ સાયન્સ એક્સપેરિમેન્ટ)માંથી મોકલવામાં આવેલી ૧૦૦ જેટલી તસવીરોનો અભ્યાસ કર્યો હતો, તેમાંની ઘણી તસવીરમાં ટેક્ટોનિક્સ પ્લેટ હોવાના સંકેત મળ્યા હતા.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com