Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:37:50 PM IST
 

હવે ગૂગલ સર્ચ રિઝલ્ટ્સમાં પાઇરેટેડ વેબસાઇટથી છુટકારો મળશે

Aug 11, 2012 Offbeat
 
Tags:   Google Website Internet Technology Computer comment     E-Mail     Print    
 
Viewed: 1105
Rate: 5.0
Rating:
Bookmark The Article

લોસએન્જલસ, તા. ૧૧

ગૂગલે હવે તેના સર્ચ રિઝલ્ટ્સનું મહત્ત્વ વધારવા તથા યૂઝર્સને સરળતાથી કન્ટેન્ટ રિઝલ્ટ મળી શકે તે માટે કોપીરાઇટ્સનું ઉલ્લંઘન કરતી પાઇરેટેડ વેબસાઇટ્સ સામે લાલ આંખ કરી છે, તે હવે તેનાં સર્ચ રિઝલ્ટ્સમાં ફેરફાર કરી રહી છે, જેમાં હવે પાઇરેટેડ વેબસાઇટ્સને સ્થાન નહિ મળે. ગૂગલનું આ પગલું ખાસ તો હોલિવૂડ અને મ્યુઝિક જગતની મુશ્કેલી ઓછી કરશે. આ વર્ષે પાઇરસીને પ્રમોટ કરતી વિદેશી વેબસાઇટ્સ બંધ કરાવવા માટે સરકાર અને કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ સત્તા મળે તે માટે ગૂગલે સિલિકોન વેલીની ઘણી મોટી કંપનીઓને સાથે લીધી હતી.


ગૂગલના વરિષ્ઠ અધિકારી અમિત સિંઘલે પણ તેમના બ્લોગમાં લખ્યું છે કે, આવતા અઠવાડિયાથી ગૂગલ વેલિડ કોપીરાઇટ રિમૂવલ નોટિસનો ઉપયોગ શરૃ કરશે અને તેના અનુસાર ગૂગલના સર્ચ રિઝલ્સનો રેન્ક મળશે, જેનાથી યૂઝર્સને કન્ટેન્ટ માટેના સાચા સ્રોત મળી રહેશે.
  • કોપીરાઇટ્સનું ઉલ્લંઘન કરતી પાઇરેટેડ વેબસાઇટ્સ દૂર કરવા ગૂગલ તેના સર્ચ રિઝલ્ટ્સમાં ફેરફાર કરશે
  • આવતા અઠવાડિયે ગૂગલ વેલિડ કોપીરાઇટ રિમૂવલ નોટિસનો ઉપયોગ શરૃ કરશે

અમેરિકાનાં મોશન પિક્ચર્સ એસોસિયેશન (એમપીએએ)એ ગૂગલનાં આ પગલાંને આશાવાદી ગણાવતાં કહ્યું છે કે, આનાથી યૂઝર્સને પાઇરસીથી થતું નુકસાન ઓછું કરવામાં મદદ કરશે. એમપીએએના સિનિયર એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ માઇકલ ઓ'લીઅરીએ એક અહેવાલમાં કહ્યું છે કે, 'અમે આ ફેરફાર પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.’

પાઇરેટેડ વેબસાઇટ એટલે ?
ગૂગલ સર્ચ એન્જિનમાં યૂઝર્સ મ્યુઝિક, મૂવી કે અન્ય કન્ટેન્ટ્સ સર્ચ કરે છે, ત્યાર પછી ગૂગલનાં સર્ચ રિઝલ્ટ્સ સ્વરૃપે યૂઝર્સનાં કમ્પ્યૂટરના સ્ક્રીન પર એવી ઘણી વેબસાઇટ (પાઇરેટેડ) પણ દેખાતી હોય છે જે કમ્પ્યૂટરને નુકસાન પહોંચાડે છે, આવી વેબસાઇટ પાસે કન્ટેન્ટ રાખવાનો કોઈ અધિકાર હોતો નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com