Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 08:05:17 AM IST
 

અમેરિકામાં કાર અકસ્માતમાં પાંચ ભારતીઓનાં મોત

Aug 11, 2012 NRI > US
 
Tags:   USA Car Accident Indian Death NRI Indian origin Car accident comment     E-Mail     Print    
 
Viewed: 10756
Rate: 3.8
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, 11 ઓગસ્ટ

અમેરિકામાં એક કાર અકસ્માતમાં પાંચ ભારતીય સોફ્ટવેર એન્જિનિયરના મોત થયાં છે. આ પાંચેય એન્જિનિયરો હૈદ્રાબાદના હતા. અકસ્માત ઓકલાહામા શહેરની નજીક આવેલા હાઈ વે પર થયો હતો. આ એન્જિનિયરોની કાર અનિયત્રિંત થઈને એક ટ્રેક્ટર ટ્રોલી સાથે ટકરાઈ હતી અને તેમાં આગ લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઇન્ટરસ્ટેટ ૨૩૫ પર દક્ષિણ તરફ જઈ રહેલી કાર પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા કાર હાઇ વે પર ઉછળી હતી અને આઇ ૪૦ માર્ગ પરથી આઇ ૩૫ પર આવી ગઈ. તે એક ટ્રક સાથે અથડાઈ અને ટ્રેલર નીચે જતી રહી બાદમાં તેમાં આગ લાગી ગઈ હતી. કારમાં બેઠેલા પાંચેય લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓના મોત થઈ ગયા હતા.

માર્યા ગયેલા લોકોના નામ જાહેર કરવામાં આવ્યાં નથી. જો કે તેલુગુ એશોસિયેશન ઓફ નોર્થ અમેરિકાએ મૃતકોના એક મિત્રના હવાલાથી કહ્યું છે કે મૃતકોમાં જસવંત રેડ્ડી સુબ્બાયાગીરી, ફનિંદ્રા ગડે, અનુરાગ અંથાતી, શ્રીનિવાસ રવિ અને વેંકટનો સમાવેશ થાય છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com