Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:07:29 PM IST
 

સોનમ કપૂરે પોતાના વ્યકિતત્વની આ બાબત આખરે જાહેર કરી જ દીધી

Aug 11, 2012 Entertainment > Interviews
 
Tags:   Sonam kapoor Bollywood Star interview comment     E-Mail     Print    
 
Viewed: 902
Rate: 4.0
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. 11

બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂરનું કહેવું છે કે તે પોતાની જાતને સ્ટાઈલિશ તો માને જ છે, પરંતુ તે આકર્ષક નથી હોવાનું પણ સ્વીકારે છે.

સોનમનું કહેવું છે કે મને હજી પણ સ્ટાઈલિશ કહે છે. ''હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે હું ઘણા સમય પહેલાં આકર્ષક હતી.'' વધુમાં તેનું કહેવું છે કે ''દરેક માનવી માટે ખૂબ જરૂરી છે કે તે એક-એક કરીને પોતાનું વ્યકિતત્વના જુદાજુદા ભાગોને દર્શાવે.''

''હું વિચારું છું કે આપણે પોતાના તમામ પાનાં એકસાથે ન ખોલવા જોઈએ. કેટલીક બાબતો સંતાડેલી હોવી જોઈએ.'' જો કે સોનમ કપૂરની આગામી ફિલ્મ રાંઝનામાં તે સાધીસાદી ભૂમિકા કરી રહી છે. આમછતાં  સોનમની મોટાભાગની ફિલ્મોમાં તે સાધારણ લૂકમાં જ દેખાઈ છે.

સોનમનું કહેવું છે કે, ''વાસ્તવમાં તે પોતાની ફિલ્મ આઈશામાં વધારે પડતી સ્ટાઈલિશ નજરે નથી પડી. ''રાંઝનામાં હું થોડી વધારે પડતી સાધારણ છું. આ મારી ત્રીજી ફિલ્મ છે, જેમાં હું મેકઅપ વીના રહી છું.''

રાંઝનામાં સોનમ દિલ્હીમાં રહેતી યુવતીની ભૂમિકામાં નજરે પડશે. જો કે હાલ તો તે રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં વ્યસ્ત છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com