Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:08:15 PM IST
 

પોલિયેસ્ટર યાર્નની એન્ટિ ડમ્પિંગ ડયુટી હટી

Aug 11, 2012 Business > Business News
 
Tags:   Polyester Duty Polyester anti dumping duty Custom department comment     E-Mail     Print    
 
Viewed: 445
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૧૧

કેન્દ્ર સરકાર ૨૧ ઓગસ્ટથી પોલિયેસ્ટર યાર્ન પરની એન્ટિ ડમ્પિંગ ડયુટી રદ કરશે. આના કારણે હમણાંથી આસમાને જઇ રહેલા પોલિયેસ્ટર યાર્નના ભાવ કાબુમાં આવશે અને મંદીના માહોલ વચ્ચે સંઘર્ષ કરી રહેલા વિવિંગ ઉદ્યોગને રાહત મળશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ એન્ડ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ (ફીઆસ્વી)એ પોલિયેસ્ટર પરની એન્ટિ ડમ્પિંગ ડયુટી હટાવવાની કેટલાય સમયથી રજુઆત કરી હતી. નાણા મંત્રાલયે આ અંગે એક પરિપત્ર બહાર પાડયો છે કે, પોલિયેસ્ટર પરની એન્ટી ડમ્પિંગ ડયુટી ૨૦ ઓગસ્ટ સુધી જ ચાલુ રહેશે. ૨૧ ઓગસ્ટ બાદ પોલિયેસ્ટર યાર્નની આયાત કરાવતા પહેલા કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં અરજી કરીને લાઇસન્સ મેળવી લેવાનું રહેશે. કેન્દ્ર સરકારના આ નોટિફિકેશનના પગલે પોલિયેસ્ટરના ભાવ નીચા આવશે અને પોલિયેસ્ટરનું કાપડ સસ્તુ થશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com