Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 04:27:26 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

રાજસ્થાનમાં મા-બાપે ૪૦ હજારમાં બાળકને વેચ્યું

Aug 11, 2012 National
 
Tags:   Chil Trafficing Rajsthan India comment     E-Mail     Print    
 
Viewed: 1377
Rate: 0
Rating:
Bookmark The Article


જયપુર, તા. ૧૧
  • ત્રણ વર્ષના પુત્રની સારવાર માટે રૂપિયા ન હોવાથી બાળકને વેચવાની ફરજ પડી
  • પોલીસમાં ફરિયાદ નોંધાવતાં મામલો સામે આવ્યો
  • પોલીસે બાળકનાં માતા-પિતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી
  • બાળકને ગોદ લેવાનાં બહાનાં હેઠળ સંપૂર્ણ ઘટના બની

રાજસ્થાનમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. રાજ્યના ગંગાનગર જીલ્લામાં માતા-પિતાએ એક બાળકને બચાવવા માટે બીજા નવજાત બાળકને ૪૦ હજાર રૂપિયામાં વેચી દીધું હતું.

રાજસ્થાનમાં એક અભાગણ મા સંધ્યાએ તેનાં ત્રણ વર્ષના પુત્રની સારવાર માટે રૂપિયા ન હોવાથી તેનાં બીજા નવજાત બાળકને વેચી દીધું હતું. સંધ્યા અને અશોકનો ત્રણ વર્ષનો પુત્ર રોનક તેના જન્મ સમયથી જ બીમાર છે. રોનકની સારવાર માટે તેમને ૪૦ હજાર રૂપિયાની જરૂરિયાત હતી. તેઓ રૂપિયાની અન્ય રીતે વ્યવસ્થા કરી ન શકતાં બાળકને વેચવાનો નિર્ણય કર્યો હતો. આ આઠ દિવસનાં નવજાત બાળકને વેચવા માટે બોલી લગાવવામાં આવી તો તેની કિંમત ૪૦ હજાર રૂપિયા પર આવીને અટકી હતી. બાળકને અન્ય એક દંપતી વિનોદ અને શંકુતલાએ ખરીદ્યું હતું.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સંધ્યા અને તેના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે તેને કરાર પ્રમાણે પૂરા રૂપિયા મળ્યા નથી. કરાર પ્રમાણે ચાલીસ હજાર ચૂકવવાના હતા પરંતુ વિનોદ અને શંકુતલાએ માત્ર ૨૦ હજાર રૂપિયા જ ચૂકવ્યા હતા. પોલીસે સંધ્યા અને તેના પતિ અશોક સહિત પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે ૨૦ હજાર રૂપિયામાંથી ૧૪ રૂપિયા કબજામાં લીધા છે જ્યારે ૬ હજાર રૂપિયા સારવારમાં ખર્ચ થઈ ગયા હતા.

આ સંપૂર્ણ ઘટના બાળકને ગોદ લેવાનાં બહાનાં હેઠળ બની હતી. બાળકને ગોદ લેવાની બાબતની કાયદેસર નોંધણી પણ કરાવવામાં આવી હતી. સંધ્યાએ ૩૧ જુલાઈના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને કરાર પ્રમાણે તેને ૩ ઓગસ્ટના રોજ બાળકને અન્ય દંપતીને આપી દીધું હતું. પોલીસે નોંધણી કરનાર રજિસ્ટાર સહિત ૧૧ લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે તેમજ બાળકને તેનાં માતા-પિતાને પરત કરી દીધું છે.

 
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com