Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 04:41:59 AM IST
 

પુઠ્ઠાની નોટો આપી ગઠિયો ચાંદીનું કડું પડાવી ગયો

Aug 12, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 407
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા તા. ૧૧

શહેરના પોલો ગ્રાઉન્ડ રોડ પર ધો-૯ના વિદ્યાર્થીને ભેટી ગયેલા બે ભેજાબોજો રૂ. ૫૦ની એક સાચી અને બીજી પુઠ્ઠાની નોટો આપી તેની પાસેથી ચાંદીનું કડું પડાવીને ફરાર થઈ ગયા હતા.

માંજલપુર તુલસીનગર-૨માં રહેતો હિતેશ ઉર્ફે ભયલુ અશોકભાઈ વસાવા (ઉં.વ.૧૬) ધો-૯માં અભ્યાસ કરે છે. ગઈકાલે બપોરે સવા ત્રણ વાગે હિતેશ અને તેનો મિત્ર રાહુલ સાઈકલ પર મંગળબજારમાં કામ અર્થે જતાં હતા. દરમિયાન પોલો ગ્રાઉન્ડ રોડ પર બે ગઠિયાઓએ ગોધરા જવાનો રસ્તો પૂછવાના બહાને તેમને અટકાવ્યા હતા. પરંતુ હિતેશે અમને રસ્તો ખબર નથી, તેમ કહેતા ગઠિયાએ કહ્યુ કે, 'અમે અમારા શેઠના ઘરેથી પૈસાનું બંડલ ચોરી લાવ્યા છે, પણ અમને ગણતા આવડતું નથી, તું ગણી આપ'.

આ સમયે બીજા ગઠિયાએ 'આ પૈસા લઈને જતો રહેશે તો.?' તેમ કહેતા તેના સાગરીતે હિતેશે હાથમાં પહેરેલું ચાંદીનું કડું આપીને પૈસા ગણવા જણાવ્યું હતું. જેથી હિતેશે ચાંદીનું કડું કાઢીને ગઠિયાને આપ્યું હતું. ત્યારબાદ તે અને રાહુલ પૈસા ગણવા મેદાન પાસેના ખૂણામાં ગયા હતા. આ તકનો લાભ લઈ બંને ગઠિયાઓ રૂ. ૪ હજારની કિંમતનું કડું લઈને રિક્ષામાં બેસી નાસી છૂટયા હતા. ઉલ્લેખનીય છે કે, હિતેશે બંડલ ખોલીને જોતા તેના ઉપરની એક ૫૦ની જ નોટ સાચી નીકળી હતી. બનાવ અંગે નવાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com