Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 04:21:37 AM IST
 

ફૂડ સેફ્ટીનું લાયસન્સ લેવાની મુદત પૂર્ણ : વેપારીઓ મૂંઝાયા

Aug 12, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 305
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧૧

ખાદ્યપદાર્થા નું વેચાણ કરવા માટે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લાયસન્સ મેળવવાની અથવા રજિસ્ટ્રેશન કરાવવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરકાર દ્વારા મુદ્દત લંબાવવા અંગે કોઈ સૂચના નહીં અપાતા વેપારીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. શહેરમાં ૧૨ હજાર વેપારીઓ છે. તે પૈકીના ૫ હજાર જેટલા વેપારીઓએ જ લાયસન્સ કે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  • ૧૨ હજાર પૈકી ૫ હજાર વેપારીઓ તંત્રના ચોપડે નોંધાયા

શહેરમાં કોઈ પણ વેપારી ખાદ્ય પદાર્થનું વેચાણ કરતો હોય તો તેવા વેપારીએ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લાયસન્સ કે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. જેમાં વેપારીનું ર્વાિષક ટર્ન ઓવર રૂ.૧૨ લાખ કે તેથી વધુ હોય તો તેવા વેપારીએ લાયસન્સ લેવું પડે અને જો વેપારીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૧૨ લાખથી ઓછું હોય તો તેવા વેપારીએ રજિસ્ટ્રેશન કરાવવું પડે.

એક અંદાજ મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મળીને કુલ ૧૨ હજાર જેટલા વેપારીઓ છે કે જેમાં મોટાભાગના વેપારીઓ લારી-ગલ્લા અને પથારાવાળા છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લાયસન્સ લેવાની કે રજિસ્ટ્રેશન કરાવવાની મુદ્દત ગઈ તા.૪થી સુધીની હતી. રાજ્ય સરકારે માત્ર જે જૂના લાયસન્સ ધારકો કે રજિસ્ટ્રેશન કરાવનાર વેપારીઓ છે તેમના લાયસન્સ કે રજિસ્ટ્રેશન રિન્યુ કરી આપવા અને ટ્રાન્સફર કરી આપવા માટે ૬ મહિનાની  મુદ્દત લંબાવી છે. જેની છેલ્લી તા.૪ ડિસેમ્બર છે. પરંતુ, નવા લાયસન્સ કે રજિસ્ટ્રેશન કરાવવા માટેની મુદ્દત વધારવા અંગે સરકારે કોર્પા રેશનને કોઈ લેખિત સૂચના આપી નથી.

હાલ સુધીમાં ૪૫૦૦ વેપારીઓએ લાયસન્સ મેળવ્યું છે. જ્યારે ૬૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કોર્પા રેશનના તંત્ર પાસે હજી ૧૫૦ અરજીઓ લાયસન્સ માટે અને ૨૦૦ અરજીઓ રજિસ્ટ્રેશન માટે પડેલી છે. જે હાલમાં લાયસન્સ કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં છે.

સૂત્રોએ કહ્યું હતું કે, સરકાર દ્વારા મુદ્દત લંબાવવા માટે કોઈ સૂચના નહીં અપાતા કોર્પોરેશનનું તંત્ર લાયસન્સ કે રજિસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓને નોટિસો ફટકારવાનું વિચારી રહી છે. ક્યા ક્યા વિસ્તારના ક્યા વેપારીએ લાયસન્સ કે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી ? તે વિશેની કોર્પોરે શન યાદી બનાવવામાં લાગી ગયું છે. આગામી થોડા દિવસોમાં નોટિસો આપવાની કાર્યવાહી આરંભાશે. તેવું જાણવા મળે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com