ભાવનગર તા. ૧૧
દર વર્ષે ૧પ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી જુદા જુદા જિલ્લામાં કરવામાં આવતી હોય છે તેની જેમ આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી જુનાગઢમાં કરવામાં આવશે. હાલ જુનાગઢમાં સ્વાતંત્ર્ય પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્તમાં ભાવનગર પોલીસ પણ જોડાશે. ભાવનગર પોલીસ બંદોબસ્તમાં જવા રવાના થયેલ છે.
- ભાવનગરના ત્રણ ડીવાયએસપી, ૭ પી.આઈ, ૧પ પ્રો. પીએસઆઈ, ૩૦૦ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં જોડાશે
- સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે
જુનાગઢમાં આગામી તા. ૧પ મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ દરમ્યાન કોઈ અનીચ્છીનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્તમાં જુનાગઢ ઉપરાંત, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતની પોલીસ જોડાશે તેમ જાણવા મળેલ છે. આ બંદોબસ્તમાં ભાવનગરના ડીવાયએસપી લીંબાસીયા, ડીવાયએસપી ખરાડી, ડીવાયએસપી બી.એમ.ચૌહાણ, ૭ પોલીસ ઈન્સ્પેકટર, ૧પ પ્રોબેશનલ પીએસઆઈ અને આશરે ૩૦૦ પોલીસ કર્મચારી જોડાશે તેમ એલઆઈબીના પી.આઈ. ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું.
ભાવનગર પોલીસ આજે શનીવારે મોડીરાત્રીના સમયે જુનાગઢ જવા રવાના થયેલ છે અને સવારે રીપોર્ટીંગ કરશે તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.