રાજકોટ :
વિશાળ વિસ્તાર ધરાવતા અને લીટરલી થાકી જવાય તેમ છતાં ઈશ્વરિયા પાર્ક લોકો માટે લોકપ્રિય સ્થળ બની ચૂકયું છે. ૯મીથી લઈને આવતીકાલ સુધીમાં પાર્કની મુલાકાત એક લાખ લોકોએ લઈ લીધી હશે.
- મ્યુઝિકલ ફાઉન્ટનનું સૌથી વધુ આકર્ષણ : આજે પણ ભીડ રહેશે
ગઈકાલે આઠમે પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. લીલીછમ્મ લોન અને ખૂલ્લા આકાશ નીચે લોકોએ અનોખા આનંદનો અનુભવ કર્યો હતો. આ વખતે મ્યુઝિકલ ફાઉન્ટને લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. રાત્રિના મ્યુઝિકલ ફાઉન્ટનના શો વખતે લોકોની ખાસ્સી ભીડ જોવા મળે છે. પાર્કનો સમય આમ તો સવારે ૯ થી રાત્રિના ૯ સુધીનો છે. પરંતુ તહેવારપ્રિય લોકો બાર વાગ્યા સુધી ખસતા નથી. પાર્કમાં ૯મીએ રૂ.૧.૪૦ લાખ, ૧૦મીએ ૨.૩૦ લાખ, ૧૧મીએ આશરે ૨ લાખ અને આવતીકાલે પણ ૨ લાખની આવક થવાની શક્યતા છે.