Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 01:33:21 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

શહેરના હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ

Aug 12, 2012 Rajkot > Rajkot City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 232
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૧૧

સાતમ-આઠમના તહેવારોની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે જાણીતા નગરજનો આ વર્ષે પણ શહેરની આજુબાજુ પંદર કિલોમીટરના એરિયામાં આવેલા હરવા-ફરવાના સ્થળો પર ઉમટી પડયાં હતા. આજી ડેમ, ન્યારી ડેમ, રતનપર, ઈશ્વરિયા પાર્ક, મણીદ્વીપ, હનુમાનધારા સહિતના સ્થળો પર કિડીયારા માફક લોકો ઉમટી પડયા હતા.સાતમની બપોર સુધી થોડી-ઘણી ખૂલી હતી તેવી દુકાનો પણ બંધ થઈ જતાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.

  • ભાવતા ભોજનીયા સાથે બધાએ બે દિવસ પિકનીક માણી
  • આજી ડેમ, ન્યારી ડેમ, મણીદ્વીપ, ઈશ્વરિયા પાર્ક, રતનપર, હનુમાનધારામાં નગરજનો ઉમટયાં

વેપાર-ધંધા બંધ કરીને લોકો ઉજવણીમાં મગ્ન બની ગયા હતા. સવારે ઘરેથી ભોજન બનાવીને કે હોટલમાં તૈયાર ભોજન લઈ બધા પરિવારજનો, મિત્રો સાથે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરમાં પંદર કિલોમીટરના એરિયામાં આવેલા સ્થળો પર ઉતરી ગયાં હતા.

ન્યુ રાજકોટના લોકોની પ્રથમ પસંદ ન્યારી ડેમ, મણીદ્વીપ રહે છે. ત્યારબાદ ઈશ્વરિયા પાર્ક, હનુમાનધારા, રતનપર રહે છે. આજી ડેમ પર પણ લોકોની ભીડ જોવા મળી હતી. વરસાદ નહી વરસતા ડેમોમાં પાણી નહી હોવા છતાં લોકોએ ડેમ પ્રતિ પ્રેમ વ્યક્ત કર્યો હતો. જયાં જગ્યા મળી ત્યાં બધાએ પાથરણા પાથરીને ભાવતા ભોજનીયા લીધા હતા.

ભોજન પુરું થયા બાદ રમત-ગમત, પતા, અંતાક્ષરી, વાતચીતમાં સમય પુરો કર્યો હતો. સાંજે બધા મેળામાં પહોંચ્યાં હતા. મેળાની રંગત માણી હતી. એક ટુ-વ્હીલરમાં ચાર કે પાતળા હોય તો પાંચ-પાંચ જણા બેઠા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઈ પડયાં હતા. ચહેરો અને શરીર થાકી ગયાની ચાડી ફૂંકતા હતા છતાં લોકોએ ફરવાનું ઓછું કર્યું નહોતું. કારણકે થાકના ઉધાર સામે આનંદ જમા મળતો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com