Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 04:25:35 PM IST
 

શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેની મિત્રતા પાછળ આ કારણ હતું જવાબદાર

Aug 12, 2012 Offbeat
 
Tags:   Spiritual Krishna Arjun Vishnu Bhagvan Friendship Reason Mahabharata Indra War Rain The mahabharata Hindu Astrology Zodiac Arjuna comment     E-Mail     Print    
 
Viewed: 10855
Rate: 4.5
Rating:
Bookmark The Article

મથુરા, તા.12

ભગવાન કૃષ્ણ અને અર્જુનની મિત્રતાનું વર્ણન મહાભારતમાં કરાયેલું છે. અર્જુન સાથે મિત્રતાને લીધે જ કૃષ્ણે મહાભારત યુદ્ધમાં અર્જુનનો સારથી બનીને સંપૂર્ણ યુદ્ધનું સંચાલન કર્યું હતું. કૃષ્ણના આ સહયોગથી કૌરવોની વિશાળ સેના હારી અને પાંડવોને પોતાનું રાજ્ય પાછું મળ્યું છે.


આ બંનેની મિત્રતા કઈ રીતે થઈ તે સંદર્ભમાં મહાભારતમાં એક કથાનું વર્ણન કરાયું છે. જેનાથી જાણવા મળે છે કે એક વરદાનને લીધે શ્રીકૃષ્ણએ અર્જુનનો પોતાનો મિત્ર બનાવ્યો અને કર્ણનો વધ કરાવીને તે વરદાનને પૂર્ણ કર્યું હતું.

વાત જાણે એમ છે કે જ્યારે કૃષ્ણએ ઈન્દ્ર પૂજાને બંધ કરાવીને ગોવર્ધન પૂજા શરૂ કરાવી. ઈન્દ્રને આનાથી ખૂબ ક્રોધ થયો અને બદલો લેવા માટે તેને ઘણાં દિવસો સુધી મૂશળાધાર વરસાદ વરસાવ્યો હતો. ગોકુળના લોકો આનાથી દુખી થઈ ગયા અને કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળીમાં ઉપાડીને ગોકુળવાસીઓને તેની નીચે શરણ લેવા જણાવ્યું. ઈન્દ્રનો ક્રોધ આનાથી વધી ગયો અને તેને વરસાદમાં વધારો કર્યો.

ઘણાં દિવસો સુધી ઈન્દ્ર સતત વરસાદ વરસાવતા રહ્યા તો બ્રહ્માજીએ ઈન્દ્રને જણાવ્યુ કે કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમની માફી માગી લે કારણ કે તેમને હરાવવા અસંભવ છે.

ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ કૃષ્ણની શરણમાં ગયા. આનાથી કૃષ્ણએ વરદાન માગવા કહ્યું. ઈન્દ્રે જણાવ્યું કે, રામવતારમાં તમે મારા પુત્ર બાલીનો વધ કરીને સૂર્ય પુત્ર સુગ્રીવનો વિજયી બનાવ્યો હતો. આનાથી મને ખૂબ તકલીફ પડી હતી. આપના આ અવતારના સમયે પણ સૂર્યપુત્ર કર્ણ અને મારા પુત્ર અર્જુનનો જન્મ થયો છે. આ બંનેની વચ્ચે યુદ્ધ થશે.

તમે મને વરદાન આપો કે આ અવતારમાં તમે મારા પુત્રના મિત્ર બનશો અને તેની રક્ષા કરશો. ઈન્દ્ર દ્વારા માંગવામાં આવેલ આ વરદાનને લીધે કૃષ્ણએ અર્જુન સાથે મિત્રતા કરી અને તેની રક્ષા પણ.

આ ન્યૂઝ પર પણ કરો નજર:
જાણો શ્રી કૃષ્ણ અને રાધાનાં જન્મનું ગૂઢ રહસ્ય
ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થશે અને અધર્મની બોલબાલા થવા લાગશે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે તેઓ એટ...

શા માટે મોર મુકુટ ધારણ કરે છે શ્રી કૃષ્ણ ?
તમે કદી પણ સાચા મનથી એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુકુટ પર મોરપીંછ ધારણ કરતા હતા, આ રહસ્ય વિશે અહીં ખાસ છણાવટ કરાઈ છે. આની પાછળના કારણો...

એક વર્ષ સુધી આ મંત્રનો જપ કરો, ઘરમાં બાળકની કિલકારી સંભળાશે
લગ્ન થયાને ઘણાં વર્ષો વીતવા છતા તમારું દાંપત્ય જીવન બાળકો વીના સુનૂં છે. એવું કહેવાય છે કે જે ઘરમાં નાના બાળકો કિલ્લોલ કરતા ન હોય તે સ્મશાન સમાન લા...

મથુરાની પ્રસિદ્ધ 'લઠમાર હોળી' પૂર્વે આજે ' લડ્ડુ માર હોલી'
આ વાત સાભંળવામાં ભલે ટાઢા પહોરના ગપ્પા લાગે પણ સો ટકા સાચી છે. ઉત્તર પ્રદેશના મથુરામાં રાધારાણીની નગરી બરસાનામાં જ્યાં લાઠીઓથી હોળી રમાય છે...

ભગવાન વિષ્ણુને પ્રિય એવા માઘ માસની શરૂઆત
હિન્દુ કેલેન્ડર મુજબ આજથી મહા મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. પુરાણ તેમજ શાસ્ત્રો અનુસાર પોષ મહિનાથી પૂનમ મહા મહિનાથી પૂનમ સુધી મહા મહિનામાં નર્મદા, ગંગા, યમુના,...

ખરાબ આદતો છોડાવનારી 'મોહિની એકાદશી'
વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે 'મોહિની એકાદશી'ના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 02 મે એટલે કે આજના શુભ દિવસે આવે છે. શાસ્રો અને પુરાણો ...
 
વૈશાખ પૂનમ પર સ્નાન કરવાથી મળે છે અનેકગણું પુણ્ય
જો તમે એકસાથે એક મહિનાનું પુણ્ય કમાવા ઈચ્છતા હોવ તો 5મી મેના દિવસે એટલે કે આજના દિવસે પંચાગ પ્રમાણે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે...

એ જાણવા કદી પ્રયત્ન કર્યો છે કે, શા માટે લક્ષ્મીજી વિષ્ણુના દબાવે છે ચરણકમળો!
તમે હંમેશાં જોયું હશે કે લક્ષ્મી જી ભગવાન વિષ્ણુના ચરણોને દબાવતી હોય છે. આવું જોઈને તમારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા ઉઠતી હશે કે આખર લક્ષ્મીજી વિષ્ણુ ભ...

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com