Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:32:03 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

કેનેડામાં શિક્ષકોને નવા કોન્ટ્રાક્ટ પર સહી કરવા અપીલ

Aug 13, 2012 NRI > Canada
 
Tags:   Canada Teachers Request Strike comment     E-Mail     Print    
 
Viewed: 1379
Rate: 2.0
Rating:
Bookmark The Article

 ટોરોન્ટો, 13 ઓગસ્ટ

મુખ્ય પ્રધાન ડાલ્નટ મેકગુઇન્ટીએ ઓન્ટેરિયોના શિક્ષકોને નવું સ્કૂલ વર્ષ શરૂ થયાના પહેલાં નવા કોન્ટ્રાક્ટ પર સંમત થઈ જવા વિનંતી કરી હતી તથા ચેતવણી પણ આપી હતી કે તેઓ તેનો ઈનકાર કરશે તો તેમના વતી તેઓ સહી કરી દેશે.

મેકગુઈન્ટીએ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે શિક્ષકો સપ્ટેમ્બરમાં પાછા ફરશે, કારણ કે નાણાંભીડમાં સપડાયેલ સરકાર તેમને વધુ નાણાં આપી શકવાની સ્થિતિમાં નથી. મને પૂરે પૂરો વિશ્વાસ છે કે મોટાભાગના શિક્ષકો સરકારની નાણાકીય સ્થિતિ સમજી શકશે.તેઓ જાણે છે કે આ મુખ્ય પ્રધાન જાહેર ભંડોળથી ચાલતા શિક્ષણ અંગે કટીબદ્ધ છે.

મેકગુઇન્ટીએ વારંવાર તેમની ચેતવણી જાહેર કરતાં જણાવ્યું હતું કે શિક્ષકો અને સ્કૂલ બોર્ડ્સ બે વર્ષ માટે ભથ્થાં સ્થગિત કરી દેવાના લોકલ કોન્ટ્રાક્ટ માટે સંમત ન થાય તો આ મહિને તેઓ નવો કોન્ટ્રાક્ટ લાદશે.

નવા કોન્ટ્રાક્ટ અંગે વાટાઘાટોમાં નિષ્ફળતા હાંસલ થયા બાદ આગામી મહિના માટે કેટલાક શિક્ષકોએ હડતાળની માગ કરી છે. જૂનો કોન્ટ્રાક્ટ ૧લી સપ્ટેમ્બરથી આપોઆપ રદ થઈ જશે. પ્રાંત ૧૫ અબજ ડોલરની ખાધનો સામનો કરતો હોવાથી તેને જૂનો કોન્ટ્રાક્ટ પોષાઈ શકે તેમ નથી તેમ મેકગુઈન્ટીએ જણાવ્યું હતું.

કાયદાનો ઉપયોગ હંમેશા અંતિમ ઉપાય તરીકે કરવો જોઈએ અને સૌથી સારો વિકલ્પ વાટાઘાટો મારફત કરાર કરવાનો છે. શાસક લિબરલ્સ ઈચ્છે છે કે સ્કૂલ બોર્ડ્સ ઈંગ્લિશ કેથોલિક શિક્ષકો સાથે તેમના કરાર પર કોઈ મોડેલ પર સમાધાન ઈચ્છે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com