Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 08:35:13 AM IST
 

વિલાસરાવ દેશમુખનું નિધન, નમતો રખાશે રાષ્ટ્રિય ધ્વજ

Aug 14, 2012 National
 
Tags:   Union Minister Vilasrao Deshmukh Maharashtra Sonia Gandhi Riteish Deshmukh comment     E-Mail     Print    
 
Viewed: 25444
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

ચેન્નાઈ, 14 ઓગસ્ટ

કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખનું ચેન્નાઈમાં મંગળવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને લીવર અને કિડનીની ગંભીર બીમારીની સારવાર માટે લવાયા હતા. કેન્દ્રના વિજ્ઞાાન અને ટેકનોલોજી પ્રધાન ૬૭ વર્ષીય દેશમુખ એક સપ્તાહથી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના વગદાર નેતા હતા.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેશમુખને લીવરના પ્રત્યાર્પણ માટે એક દાતા મળી આવ્યો હતો. સોમવારે મોડી રાત્રે તેમના લીવરના પ્રત્યારોપણનો પ્રયાસ કરાયો હતો પરંતુ ડોક્ટરો દાતા ડ્રાઈવર પર શસ્ત્રક્રિયા કરે તે પૂર્વે જ સવારે ડ્રાઈવરનું અને બપોરે વિલાસરાવનું મૃત્યું નીપજ્યું હતું. લાતુર જિલ્લાના તેમના વતન બાભલગાંવમાં બુધવારે ૩.૦૦ ક્લાકે દેશમુખના અંતિમ સંસ્કાર કરાશે. દેશમુખ તેમના પત્ની
, ત્રણ સંતાનોને વિલાપ કરતાં મૂકી ગયાં છે.

કેન્દ્રીય મંત્રી વિલાસરાવ દેશમુખનું નિધન થયું હોવાથી સ્વતંત્રતા દિવસ પરનાં તમામ સમારોહ રદ્દ કરવામાં આવ્યાં છે. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રિય ધ્વજ લહેરાવવામાં આવશે, પરંતુ ધ્વજને સહેજ નમતો રાખવામાં આવશે. આજે લોકસભામાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ વિલાસરાવનાં નિધનનાં સમાચારની ઘોષણા કરી હતી.
  • 67 વર્ષની વયે ચૈન્નઈની હોસ્પિટમાં નિધન
  • સોનિયા ગાંધી અને મનમોહન સિંહે શોક વ્યક્ત કર્યો
  • વિલાસરાવનાં નિઘનનાં શોકમાં લોકસભા અને રાજ્યસભા ગુરુવાર સુધી મોકૂફ
વિલાસરાવની એક કિડની ફેલ થઈ ગઈ હતી, જેથી તેમની કિડ્ની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હતી. જે વ્યક્તિની કિડ્ની તેમના માટે હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, તેનાં મૃત્યુ બાદ પણ હજુ સુધી દેશમુખની કિડ્ની ટ્રાન્સફર થઈ નહોતી. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રનાં રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતાં હતાં. અણ્ણા હજારેનાં આંદોલન વખતે તેમણે સરકાર અન અણ્ણા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

વિલાસરાવ કોંગ્રેસના એક કદાવર નેતા


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com