Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:40:50 PM IST
 

સમાગમ ઘડિયાળના કાંટે ન કરવો જોઈએ

Aug 14, 2012 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 19440
Rate: 2.1
Rating:
Bookmark The Article

કાનમાં કહું

ઘણા પુરુષો સમાગમની એકચ્યુઅલ સમયમર્યાદા અંગે ખોટી માહિતી ધરાવે છે, કારણ કે તેઓ ઘડિયાળમાં જોતાં જોતાં સમાગમ કરતા નથી. આમ તો ઘડિયાળમાં જોઈને સમાગમ નથી કરતું

મારે સેક્સ દરમિયાન ઝડપથી સ્ખલન થઈ જાય છે. મારો સમાગમ કેવળ પાંચ-સાત મિનિટ જ ચાલે છે. તો સમાગમનો સમય વધારવા માટે શું કરવું?

તમે લખો છો તેમ જો ખરેખર પાંચથી સાત મિનિટ સમાગમ ચાલતો હોય તો તમારે એને વધુ લંબાવવાની કોઈ જરૂર નથી. જો આટલા લાંબા (હા, સાત મિનિટના સતત સમાગમને હું લાબો કહીશ.) સમાગમ બાદ પણ આપના પત્ની (અથવા પાર્ટનર) અસંતુષ્ટ રહેતા હોય તો તેમને સમસ્યા હોવાની સંભાવના વધુ છે.

વાસ્તવમાં મેં જોયું છે કે ઘણા પુરુષો સમાગમની એકચ્યુઅલ સમયમર્યાદા અંગે ખોટી માહિતી ધરાવે છે, કારણ કે તેઓ ઘડિયાળમાં જોતાં જોતાં સમાગમ કરતા નથી. આમ તો કોઈ ઘડિયાળમાં જોઈને સમાગમ નથી કરતું (અને ઘડિયાળને તાક્તા રહીને કરનારાઓ સમયની ચિંતામાં ને ચિંતામાં સમાગમનો આનંદ જ નથી લઈ શકતાં) તમે પણ જો વ્યવસ્થિત રીતે ચેક કરશો તો ખબર પડશે કે તમારો સમાગમ પાંચ-સાત મિનિટ નહીં બલકે કેવળ પાંચ-સાત સેકન્ડ જ ચાલતો હશે. અને તો જ તમે તથા તમારાં પત્ની અસંતુષ્ટ રહી જતા હશો.

એની વે, સવાલ સમાગમ લંબાવવાનો છે. તો સૌ પ્રથમ બેત્રણ પ્રેક્ટિકલ બાબતો ધ્યાનમાં રાખો. જ્યારે સ્ત્રી પાર્ટનર ઉપર હોય અને પુરુષ નીચે હોય યે પોઝિશન (ફિમેલ સુપિરિયર)માં સમામગમ સામાન્યતઃ સૌથી વધુ સમય ચાલે છે. આથી શક્ય હોય તો આ પોઝિશન અપનાવી જુઓ. બીજું, બે સમાગમ વચ્ચે બહુ લાંબો ગાળો નહીં રાખો. આજે સેક્સ ભોગવો પછી જો દસપંદર દિવસ કાઢી નાખો તો ત્યારબાદનો સમાગમ અત્યંત જલ્દીથી પૂર્ણ થઈ જવાની સંભાવના છે. જે લોકો નિયમિત એટલે કે દરરોજ (સામાન્ય રીતે યુવાનીમાં) અથવા આંતરે દિવસે (થર્ટીઝ ફોર્ટીઝમાં) રેગ્યુલરલી સેક્સ એન્જોય કરે છે તેમનું સ્ખલન પણ લંબાય છે.

પણ જો આટલાથી તમારી સમસ્યાનો ઉકેલ ન આવે તો તમે સેક્સ થેરાપિસ્ટની અચૂક સલાહ લો. કેમ કે આ એક ક્યોર થઈ શકે એવી બીમારી છે. 'અર્લી ડિસ્ચાર્જ' રોકવા માટે સારી દવાઓ આજના સમયમાં ઉપલબ્ધ છે. તદુપરાંત સ્ટોપ-સ્ટાર્ટ અને સ્કવીઝ જેવી સેક્સ્યુઅલ એકસરસાઈઝીસ પણ યુઝફૂલ નીવડે છે. આ પણ તમારા સેક્સ કન્સલ્ટન્ટ તમને શીખવાડશે. હું સ્પ્રે તથા એનેસ્થેટિક જેલીનો વધુ પડતો ઉપયોગ કરવાની ના પાડું છું. કેમ કે ઘણા પુરુષોને એને કારણે ઉત્તેજનાના અભાવ જેવી નવી સમસ્યાઓનો ભોગ બનવું પડયું છે. ઉપરની દવાઓની પણ આડઅસરો હોવાથી જાતે ન લેશો.

મારી પાસે એક યુગલ આવ્યું. તેઓ આવ્યાં ત્યારે શીઘ્રસ્ખલન (ક્વિક ડિસ્ચાર્જ)ની ફરિયાદ લઈને આવ્યાં હતાં. ઘણી ઘણી દવાઓ તથા એક્સકરસાઈઝ બાદ પણ પત્નીને સંતોષ ન મળ્યો તે ન જ મળ્યો. પણ પછી પ્રશ્નના ઊંડાણમાં ઊતરવાથી ખબર પડી કે તે પુરુષ આમ પણ પાંચસાત મિનિટ તો (એટલે કે પૂરતો) સમાગમ કરી જ શક્તો હતો. દવાઓથી તે વધીને દસબાર મિનિટ થઈ ગયો. પણ પત્ની અસંતુષ્ટ જ રહી જવા પામી. હવે જો બાર મિનિટના સમાગમ બાદ પણ પત્ની અસંતુષ્ટ રહેતી હોય તો સમસ્યા પત્નીને કહેવાય અને નહીં કે પુરુષની. આથી છેવટે પત્નીની સમસ્યા (નામે ડિલેઈડ ઓર્ગેઝિમક રિસ્પોન્સ)ની સારવાર આપવાથી તેમની મૂંઝવણ દૂર થઈ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com