Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 08:44:55 PM IST
 

THE HOTTEST 'MOM' OF BOLLYWOOD, NEVER UNDERESTIMATE

Aug 16, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 4824
Rate: 3.0
Rating:
Bookmark The Article

સિનેમા

અગાઉના સમયમાં પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ લગ્ન કરે એટલે તેની કરિયર ખતમ થઇ જતી પણ આજના લેટેસ્ટ બોલિવૂડમાં તેવું નથી. આજે પણ બોલિવૂડ પર એવી એક્ટ્રેસ રાજ કરે છે જે લગ્ન કરી માતા બની ચૂકી હોય છતાં એકટિવ હોય.

શુંખરેખર લગ્ન પછી બોલિવૂડમાં એક્ટ્રેસની કરિયર પૂરી થઈ જાય છે? તેમાં ખાસ કરીને તે માતા બન્યા પછી? આ વાત છેડવાનું કારણ છે, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક સાથે લગ્ન અને આરાધ્યાની મમ્મી બન્યા પછી તેની કરિયર અંગે ભારે ચર્ચાઓ ચાલી હતી. માતા બન્યા પછી પોતાના વધી ગયેલા વજનને લઇને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયેલી એશ ત્યારે ચર્ચાનું કેન્દ્ર હતી. ટીકાકારોએ તેની કરિયર પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. પણ તાજેતરમાં એક જ્વેલર્સ કંપની માટે ફોટોશૂટ કરીને એશે તેના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. તેણે લગ્ન પછી 'જોધા અકબર', 'સરકાર રાજ', 'રોબોટ' અને 'ગુઝારિશ' જેવી સારી ફિલ્મો આપી હતી. લગ્ન પછી ફિલ્મો મળતી હોવાથી સવાલ લોકોએ ત્યારે ઉઠાવ્યો જ્યારે તે માતા બની. શું કરશે હવે વિશ્વસુંદરી એશ, જ્યારે તેનું વજન વધી જવાથી અલગ અલગ પ્રશ્નો તેના પર ઊઠયા કે હવે એશની કરિયર ખતમ. આજે પણ ફિલ્મોની લાઇનો છે પણ હવે તે બહુ ધ્યાનપૂર્વક અને તેની પસંદગીની ફિલ્મ કરવા માંગે છે.

એશની વાત નીકળી એટલે એવી એક્ટ્રેસને પણ જાણી લઇએ જે માતા બન્યા પછી પણ પોતાના ફિગરને ફીટ રાખી શકી હોય અને ફિલ્મો સાથે કાર્યરત હોય. આ જ વર્ષ માતા બનનાર શિલ્પા શેટ્ટી અને લારા દતા પણ પાછળ નથી. શિલ્પા પાસે ફિલ્મો અત્યારે નથી પણ તેને કમ સમજવાની ભુલ કરવી જોઇએ નહી. વિવાનની માતા શિલ્પા પહેલા કરતા તો વધુ સુંદર અત્યારે લાગે છે. લારા દતા પાસે રવિ ચોપરાની 'બન્દા યે બિન્દાસ હૈ' અને બેજાય નેમ્બિયરની 'ડેવિડ' ફિલ્મ તેની પાસે છે. એવી પણ એક ઘટના છે જે માતા બન્યા પછી એક્ટ્રેસ બની છે. કોણ છે યાદ આવે છે? ખૂબ જ ખૂબસૂરત અને તાજેતરમાં જ 'દેશી બોય્ઝ' ફિલ્મમાં વટ પાડનાર ચિત્રાંગદા સિંહ. તે ફિલ્મમાં આવી તે પહેલાં જ માતા બની ચૂકી હતી. તેના પુત્રનું નામ ઝોહરાવર છે. સોનાલી બેન્દ્રેએ ૨૦૦૨માં ગોલ્ડી બહલ સાથે લગ્ન કરીને ફિલ્મો ન કરવાનું નક્કી કરી લીધું હતું. ૨૦૦૫માં તે રણવીરની માતા બની. માતા બન્યા પછી સોનાલી વધુ ખીલી ઊઠી, ત્યારબાદ તેણે ટેલિવિઝનમાં 'ઇન્ડિયન આઇડલ' અને 'ઇન્ડિયા ગોટ ટેલેન્ટ' જેવા શોમાં જજ તરીકે ભૂમિકા ભજવી. તેને ફિલ્મોમાં લેવા ઘણાએ પ્રયાસ પણ કર્યો. અંતે તેમાં એકતા કપૂર સફળ થયાં અને તેની આગામી મિલન લુથરિયાની 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ અગેઇન્સ'માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. પોતાના રૂપથી નહીં પણ અભિનયથી લાખોને દીવાના બનાવનાર કાજોલે લગ્ન પછી તો હિટ ફિલ્મો આપી જ હતી. ન્યાસા અને યુગના જન્મ પછી તેણે ફિલ્મો ઓછી કરી નાખી પણ લાસ્ટમાં તેણે કરણ જોહરની 'માય નેમ ઇઝ ખાન' હિટ આપી હતી. બોલિવૂડને ધક ધક રાખનાર ધકધક ગર્લ માધુરી દીક્ષિત લગ્ન પછી અમેરિકા જતી રહી પણ તેણે તેનો જાદુ તો એવો જ રાખ્યો. અરિન અને રયાનની માતા બન્યા પછી ફરીથી તેણે યશ ચોપરાની 'આ જા નચલે'થી પુનરાગમન કર્યું અને પોતાના આગમનનો પરિચય આપી દીધો. આજે તો તે ટેલિવિઝન રિઆલિટી શોમાં જજ તરીકે ભૂમિકા ભજવે છે. ૨૦૧૨માં તેની વિશાલ ભારદ્વાજની 'દેઢ ઇશ્કિયા' અને 'ગુલાબ ગેંગ' ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.

સૈમરાની માતા બન્યા પછી કરિશ્મા કપૂરે વિક્રમ ભટ્ટની 'ડેન્જર્સ ઇશ્ક'માં લીડ રોલ કર્યો હતો. ટેલિવિઝન રિઆલિટી શોમાં તો તે કાર્યરત હતી જ અને હવે ફરીથી તે ફિલ્મો કરી રહી છે. ફિલ્મોમાં ખાસ કમાલ ના કરનાર પોતાના ગીત પર નચાવનાર મલાઇકા અરોરા ખાન આજે પણ બોલિવૂડની હોટેસ્ટ મોમ છે. તેનું બિરુદ તેને તમામ મેગેઝિન તરફથી મળી ચૂક્યું છે. અરહાનની માતા મલાઇકાના ઠૂમકા પર આજે ફિલ્મો હિટ બને છે. ૨૦૦૧થી ફિલ્મોને પોતાની મરજીથી અલવિદા કહેનાર આરવની માતા ટ્વિંકલ ખન્ના આજે પણ ફિટ છે. જો કે તેને ફિલ્મો કરવામાં હવે રસ નથી નહિતર તેને ક્યાંય દૂર જવાની જરૂર નથી, કેમ કે અક્ષય પોતે સારા નિર્માતા બની ચૂક્યા છે. ટ્વિંકલની જેમ રણબીર અને રશાની માતા રવિના ટંડને લગ્ન પછી ફિલ્મો પરથી ધ્યાન હટાવી લીધું છે, લાસ્ટમાં અમિતાભ બચ્ચનને માન આપીને 'બુઢા હોગા તેરા બાપ' ફિલ્મમાં રોલ કર્યો હતો. અત્યારે તે એક ટેલિવિઝન શોને હોસ્ટ કરી રહી છે.

બે એવી હિરોઇનો જે બંને જાહ્નવીની માતા છે, જુહી ચાવલા અને શ્રીદેવી. શ્રીદેવીને બે સંતાન છે જાહ્નવી અને ખુશી. જુહી ચાવલાને જાહ્નવી અને અર્જુંનની માતા છે. શ્રીદેવીની આગામી ફિલ્મ તો મોટા બજેટની અને આર.બાલ્કીની 'ઇંગ્લિશ વિંગ્લિશ' છે. જે આવતા મહિને રિલીઝ થવાની છે. શ્રીદેવીના કમબેક સાથે જ મનોજ દેસાઇએ ફરીથી અમિતાભ બચ્ચન અને શ્રીદેવીને લઇને 'ખુદા ગવાહ'ની સિકવલ બનાવવાનું જાહેર કરી દીધું છે. જ્યારે જુહી ચાવલાએ તો ફિલ્મો છોડી જ નથી તેવું લાગે છે. ૧૯૮૯માં જેવી દેખાતી હતી તેવી જ આજે દેખાય છે. જુહી ચાવલાની આગામી ફિલ્મોમાં 'સન ઓફ સરદાર' અને ડેવિડ ધવનની 'ચશ્મે બદદુર'માં તો તે લીડરોલમાં જોવા મળશે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com