નવી દિલ્હી 17, ઓગષ્ટ
લંડનમાં ઓલિમ્પિકનું સમાપન થયા બાદ દરેક ખેલાડી પોત પોતાના દેશ પાછો ફરી ગયો છે. મહેમાન ખેલાડીઓએ મહેમાનગતીના ભારે વખાણ કર્યાં પરંતુ હવે જે સમાચાર આવી રહ્યાં છે તે મજેદાર છે.
કેટલાક બ્રિટીશ એથલીટોએ જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં દિવસ જેટલો આકરો રહેતો હતો, રાત એટલી જ રંગીન બનતી હતી. તે લોકો દિવસભર ઘણો પરસેવો પાડતા હતા અને રાત્રે ખેલગામમાં મસ્તી કરવાનું પણ ચુકતા ન હતા. ખેલ ગામમાં તેમણે અન્ય દેશના ખેલાડીઓ સાથે મુલાકાતો કરી અને દોસ્તી પણ બનાવી. બ્રિટનની ટીમના એક સિનીયર ખેલાડીએ અંદરની વાત કરતાં કહ્યું હતું કે ખેલગામમાં રાત્રે એથલીટો નવા દોસ્ત બનાવવામાં મશગુલ રહેતા હતા.