Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:48:29 AM IST
 

મોતીદાણા સાબુદાણા... સાબુદાણાની વાનગી (કુકરી)

Aug 17, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 4610
Rate: 0
Rating:
Bookmark The Article

કૂકરી - તૃપ્તિ રાવલ

સામગ્રી : વડા માટે : આરાલોટ એક કપ, બાફેલા બટાકાનો માવો એક કપ, સાબુદાણા એક કપ, શિંગોડા લોટ અડધો કપ, આદું-મરચાં (વાટેલા) ચાર ચમચી, મરી પાઉડર એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, જીરું એક ચમચી, સમારેલા ધાણા, તળવા માટે તેલ.

ખીરું માટે : શિંગોડાનો લોટ બે કપ, મીઠું, સાબુદાણા બાફેલા ૧/૨ કપ.

રીત : (૧) વડાની સામગ્રી મિક્સ કરી પૂરણ બનાવવું. પૂરણમાંથી નાના ગોળા વાળી દબાવવા. (૨) શિંગોડાના લોટમાં મીઠું ઉમેરી ખીરું બનાવવું. તેમાં વડા બોળી ઉપર સાબુદાણા લગાવવા અને તળવા. બ્રાઉન રંગના બંને બાજુ તળવા. ટોમેટો સોસ જોડે સર્વ કરવા.

સામગ્રી : બાફેલા બટાકા ચાર નંગ, બાફેલા સાબુદાણા એક કપ, સીંગ ભૂકો એક કપ, તળેલ મરચાંની ચીપ્સ ૧/૨ કપ, આદું-મરચાં (વાટેલા) ચાર ચમચી, સમારેલા ધાણા, મીઠું, જીરું એક ચમચી, તેલ ચાર ચમચી, ટોપરાનું છીણ ચાર ચમચી, હળદર એક ચમચી, મરી પાઉડર એક ચમચી, ગરમ મસાલો એક ચમચી.

રીત : (૧) કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળવું. બાફેલા બટાકાના પીસ કરીને તે સાંતળવા. થોડીવાર બાદ સાબુદાણા કોરા કરી સાંતળવા. (૨) ત્યાર બાદ સીંગ ભૂકો, આદું-મરચાં, મરચાંની ચીપ્સ, ધાણા, હળદર, મીઠું, ટોપરાનું છીણ, ગરમ મસાલો, મરી પાઉડર ઉમેરી સાંતળવું અને ગરમ ગરમ સ્વાદ માણવો.

નોંધ : જો ફરાળમાં ગરમ મસાલો / હળદર ન વાપરતા હોય તો ન નાખવા.

સામગ્રી : માવો ૨૦૦ ગ્રામ, દૂધ ૫૦૦ મિ.લિ., ખાંડ ૧/૨ કપ, સાબુદાણા પલાળેલા ૧/૨ કપ, બદામ-પિસ્તાની કાતરી ૧/૨ કપ, ગ્રીન કલર, વેનીલા એસેન્સ ચાર ડ્રોપ્સ, ઈલાયચી પાઉડર બે ચમચી, કાજુ ટુકડા ચાર ચમચી.

રીત : (૧) માવો થોડા દૂધમાં ક્રશ કરવો અને પછી દૂધમાં નાખવો. (૨) દૂધ ગરમ કરવા મૂકવું. થોડું ઘટ્ટ થયા બાદ ખાંડ ઉમેરવી. કલર ઉમેરવો. બદામ-પિસ્તા- કાજુ ઉમેરવા. થોડીવાર બાદ સાબુદાણા ઉમેરી પાંચ મિનિટ હલાવવું. સાબુદાણા ચડી ગયા બાદ ઇલાયચી પાઉડર, એસેન્સ ઉમેરવા અને ફીરની ઠંડી કરવી. ત્યાર બાદ સ્વાદ માણવો.

ફ્રાય ડ્રાય સેગો

સામગ્રી : પલાળેલા સાબુદાણા એક કપ, સીંગદાણા અડધો કપ, મરી પાઉડર બે ચમચી, સાકર એક ચમચી, મીઠું રુચિ મુજબ, તલ ચાર ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, વરિયાળી એક ચમચી, હળદર અડધી ચમચી (મરજિયાત), કિસમીસ ચાર ચમચી, કાજુ ચાર ચમચી.

રીત : (૧) સાબુદાણાને કોરા કરી ગરમ તેલમાં તળવા. (૨) સિંગદાણા, કાજુ, કિસમીસને તેલમાં તળવા. (૩) કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં તલ, વરિયાળી સાંતળવા. ત્યાર બાદ સીંગ તથા સાબુદાણા નાખવા. તમામ મસાલા ઉમેરી ગેસ બંધ કરવો. (૪) થોડીવાર હલાવી ડિશમાં કાઢવું.

સેગો પાઈનેપલ ફજ

સામગ્રી : માખણ બે ચમચી, મિલ્કમેઈડ ૧/૨ ટીન, પાઈનેપલ પીસ એક કપ, પલાળેલા બાફેલા સાબુદાણા એક કપ, ટોપરાનું છીણ ૧૦૦ ગ્રામ, કોકો પાઉડર બે ચમચી, મગજતરીનાં બી બે ચમચી, વેનિલા એસેસન્સ ત્રણ ડ્રોપ્સ, કાજુ ચાર ચમચી, ચેરી આઠ નંગ,

રીત : (૧) વાસણમાં ઘી ગરમ કરી તેમાં મિલ્કમેઈડ ઉમેરવું. ઘટ્ટ થાય એટલે તેમાં પાઈનેપલના પીસ ઉમેરવા. છીણ, કોકો પાઉડર, સાબુદાણા, વેનિલા એસેન્સ, મગજતરીનાં બી, કાજુ ઉમેરવા. જાડું ખીરું થાય એટલે ગેસ બંધ કરવો. ત્યાર બાદ ઠંડું કરવું. (૨) નાના ગોળા વાળવા. ઉપર ચેરી લગાવી સ્વાદ માણવો.

સેગો ટમાટર ટીક્કી

સામગ્રી : ટમેટાં ૨૫૦ ગ્રામ, સાબુદાણા બે કપ, બાફેલા બટાકા ચાર નંગ, આરાલોટ ૧/૨ કપ, સીંગ ભૂકો ૧/૨ કપ, દાડમના દાણા ચાર ચમચી, તલ એક ચમચી, વરિયાળી એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, આદું-મરચાં ચાર ચમચી, ગરમ મસાલો એક ચમચી, શક્કરિયાંનો માવો ૧/૨ કપ, તેલ ૧/૨ કપ.

રીત : (૧) ટામેટાંને બાફી તેનો જાડો પલ્પ બનાવવો. (૨) તેમાં સાબુદાણાને બે કલાક પલાળી ત્યાર બાદ ઉમેરવા. (૩) સીંગ ભૂકો, દાડમના દાણા, આરાલોટ તથા બાકીની તમામ સામગ્રી ઉમેરી હાથથી ટીક્કી કરવી. (૪) નોનસ્ટિક તવી પર આ ટીક્કી તેલ લગાવી ફ્રાય કરવી. ધાણાની ચટણી / ટમેટાંના સોસ જોડે સર્વ કરવો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com