સપ્તાહનું રાશિફળ - ભૂપેન્દ્ર ધોળકિયા
મેષ અ.લ.ઈ.
આરોગ્ય સારું રહેશે. પ્રવાસમાં કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોમાં પ્રગતિ જણાય. સામાજિક બાબતે ધીરજ રાખવી. નોકરી-વ્યવસાયમાં મહેનતનું શુભ ફળ મળે. ઉચ્ચ અભ્યાસ કે કારકિર્દી બાબતે અનુકૂળતા જણાય. નાણાકીય કાર્યોમાં ધીમી છતાં મક્કમ પ્રગતિ જોવા મળે. ધનખર્ચમાં કાળજી રાખવાથી નવીન આયોજનમાં પ્રગતિ થઈ શકે તેમ છે.
શુભ રંગ : લાલ-ગુલાબી.
વૃષભ બ.વ.ઉ.
આરોગ્ય નરમગરમ રહે. ખોરાક બાબતે ખાસ સાચવવું. કૌટુંબિક તથા સામાજિક બાબતે અગાઉના અવરોધ દૂર થાય. નાણાકીય લેવડદેવડમાં વિશેષ કાળજી રાખવી. બચતનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. જીવનસાથી કે સંતાનની પ્રગતિ બાબતે શુભ સમાચાર મળે. પરદેશ જવાના પ્રયત્નો હશે તો તેમાં અનુકૂળતા જણાય.
શુભ રંગ : સફેદ.
મિથુન ક.છ.ઘ.
આરોગ્ય જળવાઈ રહેશે. પાણીના ઉપયોગમાં કાળજી રાખવી. નોકરી-વ્યવસાય- કારકિર્દી ક્ષેત્રે પ્રગતિસૂચક સમય ગણાય. વાદ-વિવાદથી સાચવવું. કૌટુંબિક કાર્યોમાં રાહત રહે. સામાજિક બાબતે વિશેષ પ્રયત્નો કરવાની સલાહ છે. આર્થિક બાબતે સમય સારો ગણાય. બચતનું પ્રમાણ જાળવી રાખવું. ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળે. શુભ રંગ : લેમન.
કર્ક ડ.હ.
આરોગ્ય બાબતે અનુકૂળતા રહે. કામની વિશેષ કાળજી રાખવી. નોકરી-કારકિર્દી- વ્યવસાયમાં અનુકૂળતા વધે. નાના પરિવર્તનની શક્યતા રહે. કૌટુંબિક- સામાજિક કાર્યોમાં ધીરજ રાખવી. આર્થિક લેવડદેવડમાં સાચવવું. સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગેના પ્રયત્નોમાં સફળતા મળે. પરદેશથી શુભ સમાચાર મળે. વાણી વ્યવહારમાં કાળજી રાખવી. ધનખર્ચ વધી શકે.
શુભ રંગ : સિલ્વર.
સિંહ મ.ટ.
આરોગ્ય સારું રહે. છતાં માનસિક થાક અનુભવાય. કૌટુંબિક કાર્યોમાં ઉદાર વલણ અપનાવવું જરૂરી છે. સામાજિક ક્ષેત્રે અનુકૂળતામાં વધારો થાય. નોકરી-વ્યવસાયમાં નાના અવરોધની શક્યતા રહે. ઉપરી અધિકારી કે વડીલ વર્ગનું માર્ગદર્શન મેળવવું હિતાવહ છે. નાણાકીય કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. નવીન આયોજનમાં આગળ વધી શકાય. અગાઉ કરેલી મહેનતનું શુભ ફળ મળે.
શુભ રંગ : ગોલ્ડન.
કન્યા પ.ઠ.ણ.
આરોગ્ય નરમગરમ રહે. સાંધાની તથા અસ્થિતંત્રની કાળજી રાખવી જરૂરી છે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિસૂચક સમય ગણાય. આયોજન મુજબ મહેનત વધારવી. કૌટુંબિક-સામાજિક કાર્યોમાં અનુકૂળતા રહેશે. નોકરી-વ્યવસાયમાં નવીન પરિવર્તન સાથે શુભ સમય ગણાય. સાચી મહેનતની યોગ્ય કદર થશે. ધનખર્ચ વધુ રહે. બચત જાળવી રાખવી. પરદેશથી શુભ સમાચાર મળે. શુભ રંગ : લીલો.
તુલા ર.ત.
આરોગ્ય સારું રહેશે. પ્રવાસમાં સાચવવું. કૌટુંબિક તથા સામાજિક બાબતે કાર્યમાં સફળતા મળે. હરીફોથી કાળજી રાખવી. નોકરી-વ્યવસાય- કારકિર્દીમાં શુભ સમય ગણાય. આયોજન મુજબ મહેનત વધારવાથી સારી પ્રગતિ થાય તેમ છે. જીવનસાથી કે સંતાન બાબતે શુભ સમાચાર મળે. નાણાકીય કાર્યોમાં કાળજી રાખવી. દેવું-કરજ કરવાની સલાહ નથી. શુભ રંગ : સફેદ-ક્રીમ.
વૃષિક ન.ય.
આરોગ્ય સારું રહે. છતાં માનસિક બેચેની અનુભવાય. શુદ્ધ-સાત્ત્વિક વાંચન વધારીને યોગ્ય નિર્ણયો લેવાની સલાહ છે. કૌટુંબિક કાર્યોમાં ધીરજથી સફળતા મળે. સામાજિક બાબતોમાં ઉતાવળા થવાની સલાહ નથી. નોકરી-વ્યવસાયમાં તમારી મહેનત સફળ થશે. નાણાકીય બાબતે સંયમ રાખવો. નવીન આયોજન માટે ઉતાવળ કરશો નહીં.
શુભ રંગ : લાલ.
ધન ભ.ફ.ઢ.ધ
આરોગ્ય સાચવવું. સાંધાની-અસ્થિતંત્રની કાળજી રાખવી. ઉચ્ચ અભ્યાસમાં વધુ મહેનતની જરૂર છે. હરીફોથી સાચવવું. પરદેશથી શુભ સમાચાર મળે. કૌટુંબિક કાર્યોમાં ધીરજ રાખવી. સામાજિક ક્ષેત્રે તમારી કદર થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નાનું પરિવર્તન આવી શકે. આર્થિક બાબતે કાળજી રાખવી. ધનખર્ચ વધી શકે. બચતનું આયોજન ખાસ જરૂરી છે. શુભ રંગ : પીળો.
મકર ખ.જ.
આરોગ્ય એકંદરે સારું રહે. પ્રવાસ-મુસાફરીમાં કાળજી રાખવી. સંતાન કે જીવનસાથીની પ્રગતિ બાબતે તમારા પ્રયત્નો સફળ બને. નોકરી-વ્યવસાય- કારકિર્દી ક્ષેત્રે મહેનતનું શુભ ફળ મળે. કૌટુંબિક બાબતે સંયમપૂર્વક વ્યવહાર કરવો. આર્થિક બાબતે સાચવવું. હમણાં નવીન આયોજન કે વિશેષ ધનખર્ચની સલાહ નથી. પરદેશથી શુભ સમાચાર મળે. શુભ રંગ : સ્કાય બ્લ્યુ.
કુંભ ગ.શ.સ
આરોગ્ય જળવાઈ રહેશે. નોકરી-વ્યવસાયમાં સફળતા સૂચક યોગ બને છે. કૌટુંબિક-સામાજિક કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે સાચી દિશામાં મહેનત વધારવી પ.ડશે. હરીફોથી સાચવવું. નાણાકીય કાર્યોમાં વધુ કાળજી રાખવી. ધનખર્ચ વધે. બચતનું આયોજન ખાસ જરૂરી છે. જીવનસાથી કે સંતાન અંગે પ્રગતિસૂચક યોગ બને. શુભ રંગ : નેવી બ્લ્યૂ.
મીન દ.ચ.ઝ.થ
આરોગ્ય સાચવવું. ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા સૂચક યોગ બને છે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે અનુકૂળ સમય ગણાય. ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળી રહે. કૌટુંબક કાર્યોમાં ઉદાર વલણ રાખવું. પરદેશ જવાના પ્રયત્નો હશે તો નાનો વિલંબ આવી શકે.ધનખર્ચમાં સંયમ રાખવો. વાદ-વિવાદથી સાચવવું.
શુભ રંગ : આછો પીળો.