Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 01:21:30 AM IST
 

હેરસ્ટાઇલથી મેળવો સ્ટાઇલિશ લૂક

Aug 17, 2012 Supplements > Stree
 
Tags:   Fashion comment     E-Mail     Print    
 
Viewed: 5478
Rate: 4.5
Rating:
Bookmark The Article

ફેશન ફંડા - માલિની રાવલ

ઘણી સ્ત્રીઓ આધુનિક પાર્ટી-ફંકશનમાં જાય ત્યારે પોતાની હેરસ્ટાઇલ ઉપર બહુ ધ્યાન દેતી નથી. પરંતુ જો તમે આધુનિક ફેશનમાં રાચતા હો તો વર્તમાન હેરસ્ટાઇલ પ્રસંગોપાત કરવી તમારે જરૂરી છે.

એકદમ ઝાકઝમાળ લાઇટોના ઝબકારાવાળી, સંગીતના સૂરો રેલાવતી આધુનિક યુવા વર્ગની પાર્ટી ચાલતી હોય ત્યારે તમે તેમાં 'અંબોડો' હેરસ્ટાઇલ કરીને જાઓ તો તમને લોકો 'મણીબેન' કહેશે. પરંતુ આવા પ્રસંગે પોનીટેલ અથવા કેઝ્યુઅલ નોટ પ્રકારની હેરસ્ટાઇલ કરીને જાઓ તો લોકોની નજર તમારા ઉપર ખોડાયેલી જ રહેશે.

લગ્નમાં તો અનેક પ્રસંગો આવતા રહેતા હોય છે. પરંતુ મહેંદીની રસમ ઉપર તમને આમંત્રણ મળે ત્યારે આ શુભ પ્રસંગ પર હાજરી આપવા તમે જાઓ ત્યારે તમારા ડ્રેસીંગ કરતા તમે તમારી હેરસ્ટાઇલ પર વધારે જોર આપજો. એટલે કે આવા પ્રસંગ સમયે 'વેવ્સ' એટલે કે તમારા વાળને ખુલ્લા છોડી દો. અથવા તો તમે તમારા વાળને એ રીતે પીન અપ કરો કે માથા પરની લટ બહાર દેખાઇ ન આવે અને જો તમારે લટનું સૌંદર્ય દેખાડવું જ હોય તો તમે તમારી લટને કાન પાછળથી સરકાવી દો. આ પ્રમાણેની હેરસ્ટાઇલ ગત વર્ષોની અભિનેત્રી શર્મીલા ટાગોર કરતી હતી.

હવે જ્યારે તમારી સખી સપ્તપદીના ફેરા કરવા તૈયાર હોય ત્યારે તમારે 'હાઇબન' પ્રકારની હેરસ્ટાઇલ કરવી પડશે. આ હેરસ્ટાઇલથી તમે દીપી ઊઠશો અને તમારા આ નવતર લૂક માટે લોકો તમારી સખીને તમારા વિશે પૃચ્છા કરશે.

હવે તમારી બહેનપણી અથવા તો તમારા બોયફ્રેન્ડનું રિસેપ્શન યોજાયુ હોય, આ કાર્યક્રમમાં તમારી હાજરી અનિવાર્ય હોય ત્યારે તમારા હેરમાં આધુનિકતાનો લૂક લાવવો જરૂરી છે. આ માટે તમારે તમારા આગળના વાળને કર્લ કરીને તેને ખુલ્લા છોડી દેવા. આમ કરવાથી તમારો લૂક પૂરો ચેન્જ થઇ જશે.

આ ઉપરાંત જો તમે આધુનિક વિચારસરણી અપનાવતા હો તો થોડા પાછળના વર્ષોમાં જવું પડશે. કારણ કે વીતેલા વર્ષોમાં બોરિયા-બક્કલની ફેશન ચાલતી હતી અને હાલના સંજોગોમાં તે ફરી અસ્તિત્વમાં આવી છે. એટલે બની શકે તો રંગીન અથવા ગોલ્ડ-સિલ્વર રંગમાં હેર એસેસરીઝનો જરૂર પડે ત્યાં ઉપયોગ કરવો. એક વાત અગત્યની એ છે કે જ્યારે તમે 'હાઇબન' હેરસ્ટાઇલ અપનાવો તો આ હેરસ્ટાઇલનો ફાયદો એ છે કે તેમાં તમારી હાઇટ સારી લાગે છે. જેથી તમારી પર્સનાલિટીમાં વધારો થાય છે.

આમ જોવા જઇએ તો આજકાલ યંગસ્ટર્સ બધા પ્રસંગો પર લોંગ હેર રાખવામાં વધુ માને છે. લાંબા વાળમાં પણ 'સ્ટેપ્સ', 'ફેવર' અને કોઇન રેઝર જેવા હેરકટ રાખે છે. આનાથી પણ ચહેરો વધુ ખીલી ઊઠે છે. કેટલાક તો પર્મેનન્ટ સ્ટ્રેટનિંગ અને સ્ટ્રેટકટ હેર રાખવામાં માને છે. જોકે તેઓનો પણ આ આઇડિયા પણ ખોટો નથી.

હમણા હમણા ફંકી લૂક એ પણ પર્મેનન્ટ રાખવાની ફેશન વધુ ચાલે છે. આ લૂકમાં લોકો હેરકલરનો યુઝ વધારે કરે છે. જેમ કે બ્લ્યુ, યલો, ગ્રીન, વાયોલેટ, રેડ, પિંક રંગની હાઇલાઇટ કરવી વગેરે. મિડલ એજની મહિલાઓને સ્ટ્રેટનિંગ કરતાં 'સ્ટ્રેટકટ' વધુ સારા લાગે. સ્ટેપ્સ અને ફેધર કટ મોટી ઉંમરને નાની બતાવવામાં વધુ ઉપયોગી નીવડે છે.

ર્વિંકગ વુમનને સ્ટાઇલિશ અને ખુલ્લા વાળ સારાં લાગે છે. મોટેભાગે ગૃહિણીએ તો મેઇન્ટેન કરી શકાય તેવી જ સ્ટાઇલ પસંદ કરવી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com