Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 07:20:57 PM IST
 

'ટાઇમ', CNNએ ઝકરિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું

Aug 17, 2012 NRI > US
 
Tags:   Fareed Zakaria Time MaGazine Editor comment     E-Mail     Print    
 
Viewed: 3263
Rate: 5.0
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૧૭

'ટાઇમ' મેગેઝિનના એડિટર અને સીએનએનના હોસ્ટ ફરીદ ઝકરિયાનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું હોવાની ઘોષણા કરવામાં આવી છે. ભારતીય મૂળના જાણીતા અમેરિકી લેખક, પત્રકાર ઝકરિયાને 'ટાઇમ' મેગેઝિનની એક કોલમમાં અન્ય લેખકનાં લખાણના કેટલાક ફકરાની ઉઠાંતરી કરવાના આરોપસર 'ટાઇમ'ના એડિટરના હોદ્દેથી તેમજ સીએનએનમાંથી ગત સપ્તાહે સસ્પેન્ડ કરાયા હતા.

ઝકરિયા સામેના આક્ષેપોની સમીક્ષામાં સસ્પેન્શન જારી રાખવાનું કોઈ વાજબી કારણ ન જણાયું

ઝકરિયાએ અન્ય લેખકનાં લખાણની ઉઠાંતરી બદલ માફી માગી હતી અને તેમની સામેના આક્ષેપોની સમીક્ષાને પગલે 'ટાઇમ' મેગેઝિન અને સીએનએન દ્વારા જુદાં જુદાં નિવેદનો જારી કરી જણાવાયું હતું કે ઝકરિયાથી પત્રકારત્વને લગતી ભૂલ થઇ હતી, જે ઇરાદાપૂર્વકની નહોતી. 'ટાઇમ' મેગેઝિનનાં નિવેદનમાં જણાવ્યાનુસાર, "ફરીદ ઝકરિયાએ મેગેઝિન માટે લખેલી પ્રત્યેક કોલમની અમે સમીક્ષા કરી છે અને એ બાબતે અમે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ કે તેમની તાજેતરની કોલમનાં જે લખાણ સામે સવાલો ઊભા થયા છે તે લખાણ કેવળ બિનઇરાદાપૂર્વકની ક્ષતિ છે, જે માટે તેઓ માફી પણ માગી ચૂક્યા છે. ૭ સપ્ટેમ્બરે પ્રકાશિત થનારા 'ટાઇમ' મેગેઝિનના આગામી અંકથી મેગેઝિનમાં ઝકરિયાની કોલમની વાપસી થશે."

બીજી તરફ સીએનએને નિવેદન જારી કરી કહ્યું હતું કે, "સીએનએનમાં ઝકરિયાએ બજાવેલી કામગીરીની આંતરિક સમીક્ષા અમે પૂર્ણ કરી લીધી છે. અમને તેમનું સસ્પેન્શન જારી રાખવા માટે કોઇ વાજબી કારણ જણાયું નથી, તેથી સીએનએન ઇન્ટરનેશનલ પર તેમનો પબ્લિક અફેર્સ પ્રોગ્રામ GPS ૨૬ ઓગસ્ટથી પુનઃ શરૂ થશે."

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com