અમદાવાદ, તા. ૧૭
રાજય સરકાર દ્વારા અદાણીને વચેટીયા તરીકે રાખીને રાજયમાં ગેસનું વિતરણ કરવામાં આવતું હોવાથી નાગરીકોને વધુ મોંઘો ગેસ મળતો હોવાનો દાવો વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું હતુંકે રાજય સરકાર દ્વારા દેશમાં સૌથી વધારે ૧૫ ટકા જેટલો વેટ ગેસ પર નાખ્યો છે જેથી પણ ગેસના ભાવો દેશના અન્ય શહેરોની તુલનામાં વધારે છે.
- કેન્દ્ર તરફથી સૌથી વધારે એટલે કે ૨૬.૭ MMSCMD ગેસ અપાય છે
- ગુજરાત સરકાર ગેસ પર સૌથી વધારે ૧૫ ટકા ટેક્સ લે છે
- અન્ય રાજ્યો માત્ર ૪થી ૦ ટકા ટેક્સ વસૂલ કરે છે
વિરોધપક્ષના નેતા શક્તિસિંહ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતુંકે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રને પ્રાપ્ત કુલ ગેસનો ૨૭% જેટલો ગેસ આપવામાં આવે છે. ભૂતકાળમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર કરતાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર તરફથી ગુજરાતને ગેસની ફાળવણી વધારે કરવામાં આવે છે. હકીકતમાં ભારત સરકાર તરફથી અપાતો એપીએમ ગેસ દિલ્હી, મુંબઈ અને ગુજરાત બધાને એક સરખા જ ભાવથી એટલે કે કે 4.2 U.S. Dollar (માઈનસ રોયલ્ટી) પર MMBTU ગેસ આપવામાં આવે છે. ગુજરાતને ગેસ ફાળવણીમાં કેન્દ્ર તરફથી થપ્પડ નામની બેનામી જાહેરાત ગુજરાતની સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની અંદર બેઠેલો ગોબેલ્સનો આત્મા વધુ સક્રિય બની જાય છે અને વધારે પડતાં જુઠ્ઠાણાઓ ફેલાવે છે. હકીકતમાં, ગુજરાતની સરકાર ગેસ ઉપર ૧૫ % વેટ લે છે, જ્યારે દેશના અન્ય રાજ્યો માત્ર ૪% થી લઈને ૦% વેટ લે છે.
ગુજરાતમાં પ્રાપ્ત થતાં ભારત સરકારના સસ્તા ગેસમાં બહારથી ઈમ્પોર્ટ કરેલો ગેસ ભેળવીને જે પ્રાપ્ત કિંમત થાય તે કિંમતથી ગુજરાતના લોકોને ગેસનું વિતરણ કરવામાં આવે. આ ઉપરાંત ડિસ્ટ્રિબ્યુશનની વ્યવસ્થા મુખ્યમંત્રીના માનીતા અદાણીને સોંપવામાં આવી છે, જેનો લાગભાગ પણ ગુજરાતની જનતા ઉપર ઉમેરાય છે. તાજેતરમાં કેગ દ્વારા શોધીને અપાયું છે કે, ખરીદ કિંમત કરતાં પણ કરોડો રૂપિયે સસ્તા દરે મુખ્યમંત્રીના માનીતા અદાણીને ગેસ આપી દેવામાં આવે છે. અદાણીને અપાયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારયુક્ત સસ્તા ગેસનો ભાર ગુજરાતની જનતા ને ઉઠાવવો પડે છે. ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત સરકારના જ એક જાહેર સાહસ જીએસપીસીનો ગેસ સરકારના જ બીજા જાહેર સાહસ ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને આપતાં પહેલાં અદાણીને વચેટિયા તરીકે રાખીને લાખો રૂપિયાનું કમિશન આપે છે.
એપીએમ ગેસ ભારત સરકાર પાસે ૧૧૯.૫૧ MMSCMD મિલિયન મેટ્રિક સ્ટાર્ન્ડ ક્યુબીક મીટર પર ડાયમ છે. (MMSCMD) પર ડે પ્રાપ્ત થાય છે, તેની સામે દેશની જરૂરિયાત ૨૨૬ MMSCMD છે,એટલે કે માંગ કરતાં પુરવઠો ઓછો છે અને તેથી ઘટ પડતો ગેસ આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. દેશ પાસે કુલ ઉપલબ્ધ એપીએમ ગેસ કે જે ૧૧૯.૫૧ MMSCMD છે, તેમાંથી ગુજરાતને વર્તમાન કેન્દ્ર સરકારે સૌથી વધારે જથ્થો એટલે કે ૨૬.૭ MMSCMD ફાળવી આપેલો છે.