Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:50:03 AM IST
 

ઉકાઈ ડેમ ૭૪ ટકા ભરાઈ ગયો

Aug 18, 2012 Surat > Surat City
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 459
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૧૭

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં વરસાદે બઘદાટી બોલાવી હોવા છતાં ચોમાસુ માઈનસમાં ચાલી રહ્યું છે ત્યારે તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે ઉકાઈ ડેમના જળાશયમાં ૭૪ ટકા જેટલાં પાણીનો સંગ્રહ થયો છે.

  • ડેમનાં ઉપરવાસમાં પડેલા વરસાદે દક્ષિણ ગુજરાતની ચિંતા દૂર કરી
  • ૬.૬૧૫ બીસીએમની ક્ષમતા સામે ૪.૮૭૨ બીસીએમ પાણીનો સંગ્રહ થયો

 દેશના ૮૪ જેટલાં મહત્ત્વના જળાશય ઉપર સતત વોચ રાખતા સેન્ટ્રલ વોટર કમિશન (સીડબલ્યુસી) દ્વારા તા. ૧૬મીના રોજ સમાપ્ત થતાં સપ્તાહના રોજના પાણી સંગ્રહના જાહેર કરાયેલા આંકડા મુજબ ઉકાઈ ડેમ તેના ફૂલ રિઝર્વોયર લેવલ (એફઆરએલ) ૧૦૫.૧૬ મીટરના લેવલની સામે ૧૦૧.૭૮ મીટર ભરાઈ ગયો છે.

જ્યારે ડેમના જળાશયની કુલ પાણી સંગ્રહ કરવાની ૬.૬૧૫ બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ)ની ક્ષમતા સામે હાલમાં તા. ૧૬મીના રોજ ૪.૮૭૨ બીસીએમ પાણી સંગ્રહ થયો છે. આ સ્થિતિમાં ઉકાઈ ડેમની કુલ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા સામે ૭૪ ટકા ભરાઈ ગયો છે અને તેની ગયા વર્ષની સ્થિતિ ૫૮ ટકાની અને છેલ્લા દસ વર્ષની એવરેજ ૫૭ ટકા રહી છે.

આમ હાલના સંજોગોમાં દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને બીજા ક્રમે સુરત શહેર માટે પીવાના પાણીની મુશ્કેલી પણ મહદ અંશે દૂર થશે. સાથે જ હજુ પણ ચોમાસાની સિઝન બાકી હોવાને કારણે ડેમમાં પાણીની આવક થવાની સંભાવના છે.

આજે ઉકાઈ ડેમની સપાટી ૩૩૪.૧૨ ફૂટ નોંધાઈ હતી જ્યારે પાણીની આવક ઘટીને ૩૨૦૦૦ ક્યુસેક થઈ હતી અને રેડિયલ ગેટ બંધ કરી હાઈડ્રો યુનિટ શરૂ કરાતા તેના મારફત ૧૮૦૦૦ ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે. બીજી તરફ હથનુર ડેમની સપાટી ૨૧૨.૪૬ મીટર રહી છે અને ડેમમાંથી ૨૦૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, ઉકાઈનું આજનું રૂલ લેવલ ૩૩૪.૦૩ ફૂટ છે એ જોતા આવક ઘટતા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે.

દરમિયાન ઉકાઈની સાથે દક્ષિણ ગુજરાતના દમણગંગાની સ્થિતિ પણ એકંદરે સારી બની રહી છે. દમણ ગંગાની ૭૯.૮૦ મીટરની ભયજનક સપાટીની સામે હાલમાં ડેમની સપાટી ૭૬ મીટર ઉપર મેઈન્ટેઈન કરાઈ રહી છે. હવે મહારાષ્ટ્ર સહિતના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તો સપાટી હજુ પણ વધી શકે છે.

ઉકાઈ ડેમનું તંત્ર ઉપરાંત સેન્ટ્રલ વોટર કમીશન હજુપણ પાણીના આવકની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. ચાલુ વર્ર્ષે વરસાદ લંબાયો હોય હજુ બે મહિના સુધી વરસાદ આવવાની શક્યતા જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંજોગો જોતાં ડેમમાં પાણીની સપાટી હજુ વધી શકે એની શક્યતા નકારી શકાય એમ નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com