સુરત, તા. ૧૭
ગોડાદરા નહેર પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી હાલતમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગોડાદરામાં નહેર પાસે રૂષિકેશ સોસાયટીના પ્લોટ નં.૨૦૮ પાસે આજે સવારે ૮-૩૦ વાગ્યાના અરસામાં તાજા જન્મેલાં બાળકની લાશ મળી આવી હતી. બાળકની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી હતી. કોઇ નિષ્ઠૂર જનેતા પોતાનું પાપ છુપાવવા બાળકના મૃતદેહને તરછોડી ગઇ હોવાની શક્યતા છે. લિંબાયત પોલીસે તપાસ આદરી છે.