Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 08:02:32 PM IST
 

વણાકબોરીના વીજ મથક માટે વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ અપાશે

Aug 18, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 336
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૧૭

વણાકબોરી ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા ૮૦૦ મેગાવોટનું આઠ નંબરનું એકમ ઉભુ કરવાની યોજના છે. આ યોજના માટે જીસેક દ્વારા અંદાજે રૂ.૪૭ લાખના ખર્ચે વૃક્ષો કાપીને જગ્યા સાફ કરવા માટે કોન્ટ્રાકટ માટે બીડ બહાર પાડવામાં આવ્યા છે.

જીસેકના સૂત્રોના જણાવ્યા મુજબ આઠ નંબરના વિશાળ વીજ મથક માટે સેંકડોની સંખ્યામાં વૃક્ષો કાપીને જગ્યા સાફ કરવામાં આવશે.

વૃક્ષો કાપીને સમગ્ર જગ્યાને સાફ કરવામાં જ અંદાજે રૂ.૪૭ લાખનો ખર્ચ થાય તેવી ગણતરી મુકવામાં આવી છે. જીસેક દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર માટે આગામી ૨૦ તારીખ છેલ્લી રાખવામાં આવી છે. જીસેક દ્વારા વિશાળ પ્રમાણમાં વૃક્ષો કપાનાર હોવાના પગલે વન અધિનિયમ હેઠળ નવા વાવેતર માટે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com