Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 10:42:08 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

કોલાવરી ડી ફેઈમ ધનુષની ફિલ્મનું સફેદ રણમાં શૂટિંગ

Aug 18, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 217
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૧૭

કોલાવરી ડી આલ્બમથી દેશભરમાં જાણીતો બનેલો તમિલ સ્ટાર ધનુષની ફિલ્મનું શૂટિંગ હાલ કચ્છનાં રણ સહિત અલગ અલગ લોકેશન પર ચાલી રહ્યું છે. મોટા બજેટની તમિલ ફિલ્મનાં શૂટિંગ માટે આખુય યુનિટ રણ, ખારી અને હોડકો સહિતનાં સ્થળે ગીત અને વિવિધ સીનનું ફિલ્માંકન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપ બાદ કચ્છની ભૌગોલિક લાક્ષણિકતાઓ દુનિયા સમક્ષ પ્રકાશમાં આવ્યા બાદ પ્રવાસનને વેગ મળ્યો હતો અને ત્યારબાદ બીગ બીની કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા એડથી હિન્દી ઉપરાંત અનેક અન્ય ભાષાની ફિલ્મનાં નિર્માતાઓને કચ્છનાં સૌદર્યનું ઘેલુ લાગ્યું હોય તેમ એક પછી એક મોટી ફિલ્મનાં શૂટિંગ જિલ્લામાં થઈ રહ્યા છે.

  • કચ્છનાં રણ, ધોરડો અને ખારી નદીમાં ફિલ્માંકનનો ધમધમાટ

હાલ તમિલ ફિલ્મ મારિયાન કે જેમાં મુખ્ય ભૂમિકા ધનુષની છે તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. ભારતીયોને માદરે વતન છોડયા બાદ વિદેશમાં કઈ અને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે કથાવસ્તુ પર નિર્માણ કરવામાં આવી રહેલી આ ફિલ્મ ઓસ્કાર બેનર નીચે બની રહી છે. જેના પ્રોડયુસર રવિ ચંદ્રન અને વંદેમાતરમ્ ફેઈમ ભરત બાલા ડાયરેકશન કરી રહ્યા છે.

આ ઉપરાંત ફિલ્મમાં એ. આર. રહેમાનનાં ગીત અને સંગીત છે. કચ્છના રણમાં કેટલાંક એકશન શોટ અને ભુજ નજીક ખારીનદીમાં ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસ આખા યુનિટ સાથે દિવસભર ધનુશનાં શૂટિંગનો દોર ચાલી રહ્યો છે. તમિલ ફિલ્મનાં પ્રોડક્શન અને ડાયરેકશનમાં લોકલ કોર્ડીનેશન પ્રકાશ શુકલા નામનો સ્થાનિક યુવાન સંભાળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છનાં સફેદ રણનાં પ્રચાર-પ્રસાર બાદ તમિલ ફિલ્મનાં નિર્માતાઓને કચ્છનાં સફેદ રણ, કાળો ડુંગર અને માંડવી બીચનો રીતસરનો ચસ્કો લાગ્યો હોય તેમ ટૂંક સમયમાં જ પાંચમી મોટા બજેટની તમિલ ફિલ્મનાં નિર્માતાઓએ જિલ્લામાં શૂટિંગ માટે પડાવ નાખ્યો હોવાનું જાણકારોએ કહ્યું હતું. તમિલ ઉપરાંત સાઉથની અન્ય કેટલીક ફિલ્મ તેમજ આલ્બમનાં પણ શૂટિંગ તાજેતરમાં જ કરવામાં આવ્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com