Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:49:40 AM IST
 

કચ્છમાં ૨૪ કલાકમાં નવ ભૂકંપનાં હળવા આંચકા

Aug 18, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 224
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૧૭

વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં સમયાંતરે નાના-મોટા અનેક આંચકા નોંધાઇ રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા આંચકાઓ પૂર્વ કચ્છમાં નોંધાતા આ વિસ્તારનાં રહેવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. પૂર્વ કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા આંચકાની તીવ્રતા તો ઓછી છે, પરંતુ લોકોમાં ભય ફેલાયો છે.

  • સતત આવતા આંચકાથી પૂર્વ કચ્છમાં ચિંતાની લાગણી

આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીનાં સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાત્રે ૧૦:૦૭ વાગ્યે ૧.૧ની તીવ્રતા સાથે ધોળાવીરા નજીક, રાત્રે ૦૧:૨૭ વાગ્યે ૧.૭ ની તીવ્રતા સાથે ધોળાવીરા નજીક, રાત્રે ૧:૧૬ વાગ્યે ૨.૨ની તીવ્રતા સાથે ભચાઉ નજીક, રાત્રે ૨:૨૯ વાગ્યે ૧.૨ની તીવ્રતા સાથે રાપર નજીક, રાત્રે ૩:૨૧ વાગ્યે ૧.૩ની તીવ્રતા સાથે ભચાઉ નજીક, સવારે ૫:૦૩ વાગ્યે ૧.૬ની તીવ્રતા સાથે દુધઇ નજીક, સવારે ૧૧:૧૭ વાગ્યે ૧.૫ની તીવ્રતા સાથે ભચાઉ નજીક, બપોરે ૦૨:૧૪ વાગ્યે ૨.૧ની તીવ્રતા સાથે દુધઇ નજીક તેમજ બપોરે ૦૨:૪૩ વાગ્યે ૧.૯ ની તીવ્રતા સાથે ભચાઉ નજીક આંચકા નોંધાવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com