Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 09:51:19 PM IST
 

પ.રે.માધ્યમિક વિદ્યાલયને બેસ્ટ સ્કૂલનો રનીંગ શિલ્ડ

Aug 18, 2012 Gujarat > Bhavnagar
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 227
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગરતા.૧૭

મુંબઈના ચર્ચ ગેટ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલય દ્વારા દર વર્ષે રેલવે સપ્તાહ અંતર્ગત બેસ્ટ સ્કૂલ અને બેસ્ટ પ્રિન્સીપાલનો એવોર્ડ એનાયત કરવામા આવે છે.જે અંતર્ગત વર્ષ ૨૦૧૧-૧૨ના કાર્યકાળ માટે પશ્ચિમ રેલવે માધ્યમિક વિદ્યાલયને બેસ્ટ સ્કૂલનો રનીંગ શિલ્ડ એનાયત કરવામા આવ્યો છે.

  • બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ પણ આપવામા આવ્યો

પશ્ચિમ રેલવે મુખ્યાલય દ્રારા ભાવનગર પરામા આવેલી પશ્ચિમ રેલવે માધ્યમિક વિદ્યાલયનું સો ટકા પરિણામ, રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ સિધ્ધિઓ, સ્કાઉટ અને સાંસ્કૃતિક જેવી પાઠયેત્તર પ્રવૃતિઓ અંતર્ગત પ્રિન્સીપાલ રામશિંગ જારલના ૪ વર્ષના કાર્યકાળ દરમિયાન બીજી વખત બેસ્ટ સ્કૂલ રનીંગ શિલ્ડ એનાયત કરવામા આવ્યો છે.

પશ્ચિમ રેલવે માધ્યમિક વિદ્યાલયના ભાવનગર પરાના પ્રિન્સીપાલ જારલને તાજેતરમાં યોજાયેલા રેલ-વે સપ્તાહ કાર્યક્રમમા મુખ્યાલયના મુખ્ય ર્કાિમક અધિકારી દ્વારા બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ અને રોકડ પુરસ્કાર સ્વરૂપે રૂપિયા ૪૫૦૦ તેમજ પ્રમાણપત્ર, બેસ્ટ સ્કૂલ રનિંગ શિલ્ડ આપીને સન્માનિત કરવામા આવ્યા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com