Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:44:48 PM IST
 

બીઆઈએસ મામલે અલંગના ઉદ્યોગકારોને સાંભળતા મુખ્યમંત્રી

Aug 18, 2012 Gujarat > Bhavnagar
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 310
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૧૭

અલંગ-સોસીયા શિપ રિસાયકલીંગ યાર્ડ પર સપ્ટેમ્બર-ર૦૧રની બી.આઈ.એસ. નોટીફીકેશન લાગુ પડવાની સંભાવનાને લઈને અલંગ અને રોલીંગ મીલના ઉદ્યોગકારોમાં ચીંતા વ્યાપી ગઈ છે.બી.આઈ.એસ. નોટીફીકેશન મામલે તાજેતરમાં મુખ્યમંત્રીને રજુઆત થતા તેમણે ઉદ્યોગમંત્રી સૌરભભાઈ પટેલ સાથે પણ ચર્ચા કરી હતી.

  • બી.આઈ.એસ. મામલે ઉદ્યોગકારોની ઉચ્ચકક્ષાની બેઠક મળવાની સંભાવના

બી.આઈ.એસ. નોટીફીકેશન મામલે અલંગ અને રોલીંગ મીલના ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં છે ત્યારે આગામી દિવસોમાં ઉદ્યોગકારોની બેઠક મળવાની સંભાવના છે.

અલંગ શિપ રિસાયકલીંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સેક્રેટરી અને મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટકચર લી.ના જ્યંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા તાજેતરમાં ભાવનગર આવેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળી અલંગ ઉદ્યોગ અને બી.આઈ. એસ. નોટીફીકેશન બાબતે રજુઆત કરી હતી. વધુમાં બી.આઈ.એસ. નોટીફીકેશનના જડ નિયમોથી ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અલંગ ઉદ્યોગ અને રોલીંગ મીલનો ઉદ્યોગ ભાંગી જવાની સંભાવના છે ત્યારે અન્ય રાજ્યોની માફક ગુજરાત સરકારે વિરોધ કરવા જોઈએ તેમ જણાવેલ.

બી.આઈ.એસ. અલંગ અને રોલીંગ મીલ ઉદ્યોગ અંગે મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજુઆત બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી રાજ્યના ઉદ્યોગમંત્રી સૌરભભાઈ પટેલ સાથે ચર્ચા કરી આ અંગે એક રાજ્યકક્ષાએ બેઠક બોલાવવાની પણ તૈયારી દર્શાવી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com